Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં ભાજપ 125 સીટો પર જીતશે, જાણો કોંગ્રેસને કેટલી મળશે?
Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં આ વખતે કોની સરકાર બનશે? શું અશોક ગેહલોતનો જાદુ ફરી વાર ચાલશે કે રાજસ્થાન તેની સત્તા બદલવાની પરંપરા ચાલુ રાખશે? જો ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે?
દરેકના મનમાં આ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તેના જવાબ 3 ડિસેમ્બર પહેલા નહિ મળે. જો કે, હાલમાં એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે જેના આંકડા કોંગ્રેસ અને ભાજપ સહિત રાજસ્થાનના મતદારો માટે ચોંકાવનારા છે.

ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા મહિને યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભામાં ભાજપને 125 સીટો મળવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા 2018માં ભાજપને માત્ર 73 સીટો મળી હતી.
ઓપિનિયન પોલના પરિણામોમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાય છે. સર્વે અનુસાર ગત વિધાનસભા ચૂંટણીમાં 100 સીટો જીતનાર કોંગ્રેસ આ વખતે માત્ર 72 સીટો પર જ સમેટાઈ શકે છે. આ સિવાય ત્રણ બેઠકો અન્ય પક્ષો અને અપક્ષોને જઈ શકે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં 27 બેઠકો અન્ય પક્ષો અને અપક્ષોને ગઈ હતી.
જો વોટ શેરની વાત કરીએ તો રાજસ્થાનમાં ભાજપનો વોટ શેર 44.92 ટકા હોવાનું જણાય છે. કોંગ્રેસને 40.08 ટકા વોટ શેર અને અન્ય પાર્ટીઓને 15 ટકા વોટ શેર મળી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 38.77 ટકા વોટ શેર અને કોંગ્રેસને 39.3 ટકા વોટ શેર મળ્યા હતા. 21.93 વોટ શેર અન્યના ખાતામાં ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
