Rajsthan Election : રાજસ્થાનના આ નેતાઓની ઉમર વધવાને બદલે ઘટી રહી છે, ચૂંટણી સોગંદનામામાં ચૌકાવનારા ખુલાસા થયા
રાજસ્થાનમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘણા ખુલાસા થઈ રહ્યા છે. આ નેતાઓના ચૂંટણી સોગંદનામામાં એવી બાબતો સામે આવી રહી છે જેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નવલગઢના ધારાસભ્ય ડૉ.રાજકુમાર શર્મા પર નામાંકન પત્રમાં તથ્યો છુપાવવાના આરોપો લાગ્યા છે. બંનેના ઉમેદવારી પત્રો રદ કરવાની પણ માંગ થઈ રહી છે.

ઘણા ઉમેદવારો એવા છે કે જેમની કોઈ ફરિયાદ નથી પરંતુ ચૂંટણીના ઉમેદવારી પત્રોમાં તેમની ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આ નેતાઓની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે.
સીકર જિલ્લાના બે ઉમેદવારોમાં બીજેપી ઉમેદવાર રતનલાલ જલધારી અને દાંતારામગઢથી કોંગ્રેસના વીરેન્દ્ર સિંહની ઉમરને લઈને ઘણા સવાલ થઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, દાંતારામગઢથી ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહની ઉંમર 2018 અને 2023 વચ્ચે માત્ર એક વર્ષ વધી છે. જ્યારે ચૂંટણી 5 વર્ષે થઈ રહી છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 માટે નામાંકન ભરતી વખતે વીરેન્દ્ર સિંહે પોતાની ઉંમર 54 વર્ષ જાહેર કરી હતી. જ્યારે હવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ઉમર 59ને બદલે 55 લખી છે.
જણાવી દઈએ કે, વીરેન્દ્ર સિંહ પૂર્વ PCC ચીફ નારાયણ સિંહના પુત્ર છે. તેમની સામે તેમની પત્ની અને સીકરના પૂર્વ જિલ્લા પ્રમુખ રીટા ચૌધરી જેજેપીની ટિકિટ પરથી મેદાનમાં છે.
અહીં સીકરના પૂર્વ ધારાસભ્ય રતનલાલ જલધારીની ઉંમરમાં પણ વિસંગતતા જોવા મળી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટેના નામાંકન પત્રમાં રતનલાલ જલધારીએ તેમની ઉંમર 72 વર્ષ દર્શાવી છે જ્યારે 2018ની ચૂંટણીમાં તેમણે 70 વર્ષ લખ્યા હતા. આ સિવાય તેના પહેલા 2013માં તેમણે પોતાની ઉંમર 62 વર્ષ જણાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
