ઉત્તરાખંડમાં તબાહીના મંજર, અત્યારસુધી 23 લોકોના મોત!
ઉત્તરાખંડમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ ઉફાન પર છે અને ઘણા પુલ તૂટ્યાના અહેવાલ છે. વાદળ ફાટવાના કારણે કેટલાક મકાનો પણ ધરાસાઈ થયા હતા.
દહેરાદૂન : ઉત્તરાખંડમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ ઉફાન પર છે અને ઘણા પુલ તૂટ્યાના અહેવાલ છે. વાદળ ફાટવાના કારણે કેટલાક મકાનો પણ ધરાસાઈ હતા. બીજી તરફ લેમન ટ્રી રિસોર્ટની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. સરકારે સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. વરસાદ બાબતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું નિવેદન આવ્યું છે. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, મેં ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવર્તમાન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી સાથે વાત કરી હતી. તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું - ગભરાટ ન ફેલાવો
મુખ્યમંત્રીએ કહ્યું કે, અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી આપત્તિનો સામનો કરવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, હું તમામ લોકોને વિનંતી કરું છું કે ગભરાશો નહીં. અમારી સરકાર દરેક પ્રયાસ કરી રહી છે કે દરેક વ્યક્તિને મદદ કરી શકે. આપણે સાથે મળીને રાજ્યને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવીશું. તેમણે કહ્યું કે, હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને ધીરજ રાખો. કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી.

ચારધામ યાત્રા રોકવી પડી
નોંધનીય છે કે કથળતી પરિસ્થિતિઓને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બંધ કરવી પડી છે. લગભગ 5 હજાર મુસાફરો ફસાયેલા હોવાનું કહેવાય છે. આજે બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન), એસડીઆરએફ અને પોલીસની ટીમો ઘણા સ્થળોએ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. સમાચાર એજન્સી દ્વારા ઘણા વિસ્તારોના વીડિયો અને તસવીરો બહાર પાડવામાં આવી છે ... જેમાંથી સ્થિતિ સમજી શકાય છે.

ત્રણ હેલિકોપ્ટર તૈનાત કરાયા
મુખ્યમંત્રીએ કહ્યું કે, અતિવૃષ્ટિને કારણે ઘણી જગ્યાએ ઘર અને પુલને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે અહીં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા જીવ હજુ પણ જોખમમાં છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે રાજ્યમાં ત્રણ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
