Rain Update: આવતા ચાર દિવસ આ રાજ્યોમાં વરસાદની સંભાવના!
દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને નદીઓમાં પણ પુરની સ્થિતી છે.
દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને નદીઓમાં પણ પુરની સ્થિતી છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના કટારૌલી, મેરઠ, બાગપત, નજીબાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે IMD એ આગામી ચાર દિવસો એટલે કે 28 થી 31 ઓગસ્ટ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે.

હવામાન વિભાગે 31 ઓગસ્ટ સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિગતવાર આગાહીમાં હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી દિવસોમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.
IMD એ કહ્યું કે 27 થી 29 દરમિયાન ઓડિશા, આંધ્ર પ્રદેશના અલગ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. 27 થી 31 દરમિયાન તેલંગાણા, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદની આગાહી છે. વિદર્ભ અને મધ્યપ્રદેશમાં 28 થી 29 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 29 થી 31 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે. મરાઠાવાડામાં 30 થી 31 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ 31 ઓગસ્ટે ઉત્તર કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ દરમિયાન દરિયાકાંઠા અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે. આ સ્થિતી 29 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં અલગ વરસાદ સાથે ચાલુ રહે તેવી શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
