#Railway Budget 2016: જાણો બજેટની નેગેટીવ વાતો
ગુરુવારે દેશના રેલ પ્રધાન સુરેશ પ્રભુએ સંસદમાં રેલ બજેટ જાહેર કર્યું. રેલ મંત્રીના આ બજેટને જ્યાં બીજેપીએ શ્રેષ્ઠ બજેટ કહ્યું ત્યાં જ લાલુ યાદવથી લઇને વિપક્ષે તેને નીંદા કરી. તો બીજી તરફ ટીવી ચેનલોના ચાલતી વાતચીતો પણ તે જ કારણ આપ્યું કે પ્રભુનું બજેટ સારું છે પણ ત્રુટી તો તેમાં પણ છે.
જો રેલ બજેટ પસાર થતા સામાન્ય યાત્રીના ચહેરા પર સ્મિત જરૂરથી આવ્યું છે કારણ કે રેલ ભાડા ના વધાવાના કારણે તેના કમર પર થોડો ઓછો ભાર પડ્યો છે. જો કે સુવિધા મામલે હજી પણ જનતા હાથીના દાંત ખાવાના કેવા અને ચાવવાને કેવા તે વાતની રાહ જોઇને બેઠી છે. જ્યાં એક બાજુ સુરેશ પ્રભુના આ બજેટમાં આધુનિકતા, પર્યાવરણ અને ટેકનોલોજી અને સુવિધાની વાત કરવામાં આવી છે ત્યાં જ તેના કેટલાક નેગેટીવ પોઇન્ટ અને વિપક્ષની આ પર શું ટિપ્પણી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કન્યાની કેડ માથે ભાર!
યાત્રીઓનું ભાડુ ના વધારીને સુરેશ પ્રભુએ યાત્રીઓને ખુશ તો કરી લીધા પણ ખોટમાં ચાલતી રેલનો ટ્રેક કોણ પાટે ચઢાવશે તે એક ચિંતાનો વિષણ છે. જેને નજરઅંદાજ ના કરી શકાય.

શેયર માર્કેટ
રેલ પ્રધાન સુરેશ પ્રભુએ જેવું જ બજેટનો બ બોલવાનું શરૂ કર્યું શેયર માર્કેટ કકડભૂસ કરતું પડી ગયું. અને તે 52 અઠવાડિયાના સૌથી નીચેના સ્તરે આવી ગયું. જે એક નકારાત્મક સંદેશ છે.

ચોખ્ખાઇ ક્યાં?
ચોખ્ખાઇ મામલે કોઇ ઠોસ પગલા ઉઠાવવામાં આવ્યા હોય તેવું બજેટમાં ના જોવા મળ્યું. ક્લીન માય કોસ નામની SMS સર્વિસ તો શરૂ કરાઇ છે પણ ઉંદર અને વંદાનું શું તેના ઉકેલ નથી જાણવા મળ્યો.

લાલુ યાદવ: આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા
પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા ભૂતપૂર્વ રેલ પ્રધાન લાલુ યાદવે આ રેલ બજેટને નિરાશાજનક જણાવ્યું. તેમણે કહ્યું કે જ્યારે તે રેલ પ્રધાન હતા ત્યારે રેલ દુધાઉ ગાય જેવી હતી. પણ હવે તે ગાય બિમાર થઇ ગઇ છે. તેમણે કહ્યું અહીં ટ્રેન ઉધારમાં પડી છે અને આ લોકો બુલેટ ટ્રેનોની વાતો કરી ટ્રેનને વિદેશી હાથોમાં સોંપવા માંગે છે.

નીતિશે કહ્યું બિહાર જોડે અન્યાય થયો છે.
તો પૂર્વ રેલ પ્રધાન નીતિશ કુમારે કહ્યું છે કે આ બજેટ દ્વારા આમ લોકો સાથે ભદ્દો મજાક કરવામાં આવ્યું છે. પ્રભુના રેલ બજેટમાં વિઝન નથી. અને બિહાર જોડે આ બજેટ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે.

મોદી અને શાહે કરી વાહવાઇ
જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટના ભારે વખાણ કરી તેને વિકાસનું બજેટ ગણાવ્યું છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેને આમ આદમી બજેટ ગણાવી તેના વખાણ કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
