તમિલનાડુ ચૂંટણી પહેલા એમકે સ્ટાલિનના જમાઇના ઠેકાણાઓ પર ITની છાપેમારી, 4 જગ્યાએ સર્ચ ઓપરેશન જારી
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના ચાર દિવસ પહેલા આવકવેરા વિભાગે દ્રવિડા મુનેત્ર કઙગમ (ડીએમકે) ના વડા એમ.કે. સ્ટાલિનના જમાઇ સબારેસનના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. જમાઇ સબારેસનનાં મકાન ઉપરાંત ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના ચાર દિવસ પહેલા આવકવેરા વિભાગે દ્રવિડા મુનેત્ર કઙગમ (ડીએમકે) ના વડા એમ.કે. સ્ટાલિનના જમાઇ સબારેસનના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. જમાઇ સબારેસનનાં મકાન ઉપરાંત ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ડીએમકેના અન્ના નગરના ઉમેદવાર મોહનના પુત્રના ઘરનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા પાડવામાં આવેલા સ્થળોમાંથી એકમાં સબારેસનનું ઘર પણ શામેલ છે, જ્યાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ડીએમકે સાથે તેમની વ્યૂહરચનાની મીટિંગો કરી હતી.

ડીએમકેએ અગાઉ દાવો કર્યો હતો કે તાજેતરમાં જ પાર્ટીના દિગ્ગજ નેતા ઇ.વી.ઇ. વેલુ સાથે સંકળાયેલા ઘરો પરના દરોડા રાજકારણથી પ્રેરિત હતા. ડીએમકેએ આરોપ લગાવ્યો હતો કે રાજકીય બદલા માટે ભાજપે ઈ.વી. વેલુના ઘરે દરોડા પાડ્યા હતા.
તમિલનાડુમાં 64 એપ્રિલે એક જ તબક્કામાં 234 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. મતની ગણતરી 2 મેના રોજ કરવામાં આવશે. ચૂંટણીના માત્ર ચાર દિવસ પહેલા, એમ.કે. સ્ટાલિનના જમાઇના સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા બાદ રાજ્યનું રાજકારણ ગરમાશે.
આ પણ વાંચો: કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયા સચિન તેંડુલકર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
