બેરોજગારી મુદ્દે રાહુલનો કટાક્ષ, નોકરી જ નથી તો શું રવિવાર, શું સોમવાર!
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તે સમયાંતરે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહે છે. હાલ રાહુલ ગાંધીનું કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતું એક ટ્વીટ ચર્ચામાં છે.
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તે સમયાંતરે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહે છે. હાલ રાહુલ ગાંધીનું કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતું એક ટ્વીટ ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક અખબારનું કટીંગ શેર કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. આ કટીંગમાં 4 હજાર કંપનીઓ બંધ થવાના સમાચાર છે. રાહલુ ગાંધીએ આ કટીંગ સાથે ટ્વીટ કરી લખ્યું કે, ભાજપ સરકારનો વિકાસ એવો છે કે રવિવાર અને સોમવાર વચ્ચેનો તફાવત સમાપ્ત કરી દીધો... જો નોકરી જ ન હોય તો શું રવિવાર, શું સોમવાર!

સમાચાર દ્વારા રાહુલ ગાંધીએ બેરોજગારી અને ઉદ્યોગો બંધ કરવા પર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. તેમનું આ ટ્વીટ હવે ચર્ચામાં છે. આ પહેલી વખત નથી કે રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કેન્દ્રની સત્તાધારી ભાજપ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હોય, તેમણે આવા ટ્વીટ અનેક વખત કર્યા છે.
રાહુલ ગાંધીએ જે અખબારનું કટીંગ શેર કર્યું છે તેમાં સમાચાર છે કે અમેરિકન ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટરે ભારતમાંથી પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીના હજારો કર્મચારીઓ અને તેની સાથે જોડાયેલા ડીલરોમાં કામ કરતા લોકો સામે રોજગારીનું મોટું સંકટ ઉભું થયું છે. ડેટા મુજબ ફોર્ડ પાસે 170 ડીલર ભાગીદારો છે, જે દેશભરમાં 400 શોરૂમ ચલાવે છે. કંપની બંધ થવાના સમાચારને કારણે હવે કર્મચારીઓની ચિંતા વધી છે. આ તણાવને કારણે રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શહેરી બેરોજગારી પર રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
