રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી નહીં લડે? જાણો કોણ વધારી રહ્યું છે કોંગ્રેસનું ટેન્શન?

હિન્દી બેલ્ટના ત્રણ મોટા રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. કોંગ્રેસ તમામ બાજુઓએથી ઘેરાયેલી છે ત્યારે તેલંગાણા જીતની ઉજવણી પણ યોગ્ય રીતે નથી કરી રહી. આ હાર બાદ રાહુલ ગાંધીને લઈને ઘણા સવાલ ઉભા થયા છે.

હવે કેરળમાં ઈન્ડિયા બ્લોકના સહયોગી CPMએ કોંગ્રેસ સામે નવો પડકાર ઉભો કર્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું કે, આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારતી વખતે કોંગ્રેસે નક્કી કરવું પડશે કે તે ભાજપ સામે લડે છે કે એલડીએફ લેફ્ટ ડેમોક્રેટિક એલાયન્સ સાથે.

Rahul Gandhi

તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને એલડીએફ બંને વિપક્ષી INDIA બ્લોકનો ભાગ છે, જે આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રચવામાં આવ્યું છે.

વિજયને સ્પષ્ટ કર્યું કે જો ગઠબંધનની જરૂર નથી તો કેરળમાં કોંગ્રેસ અને એલડીએફ વચ્ચે મુકાબલો થશે અને એલડીએફ વાયનાડમાં પોતાનો ઉમેદવાર ઉતારશે.

કેરળના ત્રિશૂરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે નક્કી કરવાનું છે કે કેરળમાં રાહુલ ગાંધીએ બીજેપી સામે લડવું જોઈએ કે એલડીએફ સામે. શું તમે અહીં કેરળમાં કહી શકો છો કે તમે બીજેપી સાથે લડી રહ્યા છો?

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે, રાહુલ ગાંધીએ પોતે 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીની અમેઠી અને કેરળની વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. અમેઠીમાં તેમને બીજેપીની સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી, પરંતુ વાયનાડથી જીતીને તેઓ સંસદમાં પહોંચ્યા હતા.

વિજયને કહ્યું કે, ઈન્ડિયા બ્લોક નક્કી કરશે કે તેના સભ્યો ઉમેદવારો ક્યાંથી ઉભા કરશે. આ ટિપ્પણી મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તેના એક દિવસ પહેલા જ તેમની પાર્ટી CPM એ વાયનાડથી રાહુલ ફરી ચૂંટણી લડવાની વાતોની ટીકા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X