રાયબરેલીથી સાંસદ બની રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી લડશે પ્રિયંકા ગાંધી
Rahul Gandhi: બે બેઠકો પરથી લોકસભા ચૂંટણી જીતનાર રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ બનશે. રાહુલ ગાંધીએ 18 જૂન પહેલા કોઈપણ એક સીટ અંગે નિર્ણય લેવાનો હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેવાનું પસંદ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ બંને જગ્યાએ ચૂંટણી જીત્યા બાદ આભાર સભા સંબોધી હતી.
રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ જાળવી રાખીને વાયનાડ સીટ છોડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે. કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીને ખાલી પડેલી વાયનાડ સીટ માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું વાયનાડ અને રાયબરેલી સાથે ભાવનાત્મક જોડાણ છે. હું છેલ્લા 5 વર્ષથી વાયનાડથી સાંસદ હતો. લોકોના પ્રેમ અને સમર્થન માટે હું તેમનો આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી લડશે, પરંતુ હું સમયાંતરે વાયનાડ પણ જઈશ, રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે, મને ખુશી છે કે, મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે, પરંતુ તે એક મુશ્કેલ નિર્ણય હતો.
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ 2 બેઠકો પર લોકસભાની ચૂંટણી જીતી છે. જેના કારણે તેમણે એક બેઠક છોડવી પડશે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ બની રહેશે, પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી ચૂંટણી લડશે.
#WATCH | Congress leaders and Brother-sister duo Rahul Gandhi and Priyanka Gandhi Vadra share a hug after the announcement of Priyanka's candidature from the Wayanad Lok Sabha seat, presently represented by her brother Rahul Gandhi.
— ANI (@ANI) June 17, 2024
Rahul Gandhi keeps Raebareli Lok Sabha seat,… pic.twitter.com/Ldonte5VyN
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
