પેપર લીક પર દબાવવામાં આવી રહ્યો છે વિપક્ષનો આવાજ, રાહુલ ગાંધીનુ માઈક બંધ કરવા અંગે સ્પિકર ઓમ બિરલાએ આપ્યો જવાબ
Rahul Gandhi Mic Switched Off: શુક્રવારે સંસદ સત્રના બીજા દિવસે વિપક્ષે લોકસભામાં NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષ આ મુદ્દે એનડીએ સરકારને ઘેરવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષ આ તકનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ NEET મુદ્દે ચર્ચા માટે સમય માંગ્યો હતો. જોકે, સ્પીકર ઓમ બિરલાએ આ માંગને સદંતર ફગાવી દીધી હતી.
આ સાથે જ કહ્યું કે તમને ચર્ચા માટે સમય મળશે. એટલું જ નહીં સત્ર દરમિયાન વિપક્ષના માઈક્રોફોન બંધ હોવાના આક્ષેપો લોકસભામાં ગુંજવા લાગ્યા હતા.

રાહુલના આરોપો પર સ્પીકરનો જવાબ?
રાહુલ: સર, માઈક બંધ છે.
સ્પીકર ઓમ બિરલા: હું માઈક બંધ કરતો નથી, અહીં કોઈ બટન નથી.
રાહુલ: સર, મને માઈક આપો.
બિરલા: મેં તમને પહેલેથી જ કહ્યું છે કે, તમને આ વિષય (NEET પેપર લીક) પર રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપવા માટે સમય આપવામાં આવશે.
રાહુલ: વિપક્ષ અને સરકાર ભારતના વિદ્યાર્થીઓને સંયુક્ત સંદેશ આપવા માંગે છે, આ મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, આજે વિદ્યાર્થીઓને માન આપતાં NEETની ચર્ચા કરીએ.
બિરલા: ના, માનનીય... ઠીક છે.
If the Hon’ble Speaker is not controlling the mic to silence the Opposition, which great non-biological force is remote controlling Parliament?
— K C Venugopal (@kcvenugopalmp) June 28, 2024
The powers-that-be shouldn’t forget, the LOP and the entire Opposition represent the voice of the people who are today looking at… pic.twitter.com/U04p0T3hzX
કોંગ્રેસે સરકારને સરમુખત્યાર ગણાવી - આ દરમિયાન, ગૃહમાંથી બહાર આવ્યા પછી, કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, આજે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો NEET પરીક્ષામાં ગેરરીતિઓનો છે. હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતિત છે, અને અમારે કાયમી ઉકેલ શોધવાની જરૂર છે. સરકારે અમને આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય ફાળવવો જોઈએ, અને ખાસ કરીને સમય આપવો જોઈએ, તેથી અમે સ્થગિત દરખાસ્ત મૂકી પરંતુ સરકાર તૈયાર નથી.
Today, the most important issue is the NEET exam irregularity.
— Congress (@INCIndia) June 28, 2024
Thousands of students and their parents are in anxiety and we need to find a permanent solution to this.
The government should allow us to dedicate and exclusively devote time to discussing these issues, hence we… pic.twitter.com/ct2OU78e9S
માઈક બંધ કરવા અંગે તેમણે કહ્યું કે, તેઓ વિપક્ષના નેતાને એક મિનિટ પણ બોલવા દેતા નથી અને માઈક બંધ કરી દેવામાં આવ્યા છે. આ સરકાર જે રીતે કામ કરી રહી છે તે જૂના સમય જેવી છે - સરમુખત્યારશાહી - અને તે આપણી સમગ્ર લોકશાહી પ્રણાલી માટે મોટી સમસ્યા હશે.
ખડગેનું માઈક પણ મ્યૂટ? - આ સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખરગેએ દેશમાં પેપર લીકથી પીડિત વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવ્યો હતો. આરોપ છે કે, તેમનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, આ સરકાર પોતે પેપર લીક મુદ્દે મૌન છે, પરંતુ હવે તે પેપર લીક સામે ઉઠેલા અવાજને પણ દબાવવા માંગે છે.
देश में पेपर लीक से पीड़ित छात्रों की आवाज कांग्रेस अध्यक्ष व राज्यसभा में नेता प्रतिपक्ष श्री @kharge ने सदन में उठाई लेकिन उनका 'Mic off' कर दिया गया।
— Congress (@INCIndia) June 28, 2024
पेपर लीक के मामले पर ये सरकार खुद तो खामोश है ही, लेकिन अब वो पेपर लीक के विरोध में उठने वाली आवाजों को भी दबाना चाहती है। pic.twitter.com/Ar49yUhSUa
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
