Rahul Gandhi visits local barber : વાળંદની દુકાને અચાનક શેવિંગ કરાવવા પહોંચ્યા રાહુલ ગાંધી, જુઓ વીડિયો
Rahul Gandhi visits local barber : લોકસભામાં નેતા વિપક્ષ અને સામાન્ય લોકોના નેતા તરીકે ઉભરી રહેલા રાહુલ ગાંધી હાલમાં જ વાળંદની દુકાને શેવિંગ કરાવવા માટે પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી અચાનક લોકોને મળવા માટે જાણીતા છે ત્યારે હાલમાં જ તે અચાનક વાળંદની દુકાને પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ અહીંથી એક વીડિયો પણ શેર કર્યો છે.

રાહુલ ગાંધી વાળંદની દુકાને પહોંચ્યા અને તેમની દુર્દશા સાંભળી. રાહુલ ગાંધી વીડિયોમાં તે સલૂનમાં વાળંદ સાથે વાત કરતા અને શેવ કરાવતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું છે કે કંઈ બચતું નથી.
વાળંદ અજિતે રાહુલ ગાંધીને કહ્યું કે, તે આખો દિવસ કેવી રીતે કામ કરે છે જેથી દિવસના અંતે પૈસા બચે. વીડિયો શેર કરતી વખતે રાહુલે લખ્યું કે, કંઈ બચતું નથી. અજીતભાઈના આ ચાર શબ્દો અને તેમના આંસુ આજે ભારતના દરેક કામદાર ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિની વાર્તા કહી રહ્યા છે.
રાહુલ ગાંધીએ આગળ લખ્યુ કે, વાળંદથી લઈને મોચી, કુંભાર અને સુથાર સુધી ઘટતી આવક અને વધતી જતી મોંઘવારીએ મેન્યુઅલ કામદારોના સપનાઓ, તેમની પોતાની દુકાનો, ઘરો અને સ્વાભિમાન પણ છીનવી લીધું છે.
રાહુલ ગાંધીએ લખ્યુ કે, આજે જરૂર છે આધુનિક ઉકેલો અને નવી યોજનાઓની, જે આવકમાં વધારો કરે અને બચતને ઘરોમાં પાછી લાવે. એક એવો સમાજ જ્યાં પ્રતિભાને તેની યોગ્યતા મળે અને સખત મહેનતનું દરેક પગલું તમને સફળતાની સીડી પર લઈ જાય.
"कुछ नहीं बचता है!"
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024
अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई - घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll
જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે તે કોઈ દુકાને પહોંચ્યા હોય. આ પહેલા રાહુલ ગાંધી હાલમાં જ એક મોચીની દુકાને પહોંચ્યા હતા અને તેના કામને જાણ્યુ હતુ. રાહુલ ગાંધીનો આ અંદાજ દેશના લોકોને ખુબ જ પ્રેરિંત કરી રહ્યો છે. આનું પરિણામ લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યુ.












Click it and Unblock the Notifications
