Rahul Gandhi On EVM : EVM એક બ્લેક બોક્સ, કોઈને તપાસની પરવાનગી નહીં - રાહુલ ગાંધી
Rahul Gandhi On EVM : લોકસભા ચૂંટણી બાદ હવે ફરીથી ઈવીએમને લઈને વિવાદ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મોબાઈલ ફોન સાથે જોડવાની વાતો અને ઈલોન મસ્કના નિવેદને આ વિવાદને ફરીથી હવા આવી છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ EVMને લઈને વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કના નિવેદનના આધારે સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ EVMને બ્લેક બોક્સ ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ એક બ્લેક બોક્સ છે જેની તપાસ કોઈને કરવાની મંજૂરી નથી. ઇલોન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ઇવીએમ દ્વારા ન કરાવવાની સલાહ આપી છે. તેણે કહ્યું છે કે તેને હેક કરી શકાય છે.
એલોન મસ્કની એક્સ-પોસ્ટ (ટ્વીટ)ને રીપોસ્ટ કરીને એક અખબારે તેને ટાંકીને EVM પર પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતમાં EVM એ બ્લેક બોક્સ છે અને કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી.
તેમણે લખ્યુ કે, અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી એક કપટ બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.
We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh
— Elon Musk (@elonmusk) June 15, 2024
ઈલોન મસ્કએ X પર લખ્યું છે કે, 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નાબૂદ થવા જોઈએ. તે મનુષ્યો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ છે. જો કે આ ખતરો ઓછો છે, તેમ છતાં તે ઘણો વધારે છે.
EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them.
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો. મુંબઈ પોલીસે EVMને લઈને શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મંગેશ પાંડિલકર પર મુંબઈના ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો આરોપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
