Rahul Gandhi On Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
Rahul Gandhi On Baba Siddique : મહારાષ્ટ્રમાં બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાયા બાદ મુંબઈમાં ગુંડારાજને લઈને રાજનીતિ શરૂ થઈ છે.
રાહુલ ગાંધીએ બાબા સિદ્દીકીની હત્યા પર શોક વ્યક્ત કર્યો અને મહારાષ્ટ્રની કાનુન વ્યવસ્થા પર આકરા સવાલ કર્યા છે.

કાયદો અને વ્યવસ્થા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, બાબા સિદ્દીકીનું નિધન આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.
તેમણે કહ્યું કે, આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ ખોટ દર્શાવે છે. આ ખેદજનક પરિસ્થિતિને ઉજાગર કરે છે, સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.
પૂર્વ લોકસભા સભ્ય પ્રિયા દત્તે પણ હત્યા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, બાબા સિદ્દીકી એક ભાઈ અને પ્રિય મિત્ર હતા. આજે બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. બાબા એક રાજકીય સાથી હતા અને મારા પિતા માટે એક પુત્ર જેવા હતા અને તે એક પ્રિય મિત્ર હતા.
બીજી તરફ અજીત પવારની એનસીપીએ એક પોસ્ટમાં લખ્યું કે, અમારા પક્ષના સાથીદાર બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનને ધ્યાનમાં રાખીને પાર્ટીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, સિદ્દીકી તેની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતા હતા, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને સંજય દત્ત જેવા બોલિવૂડ સુપરસ્ટાર્સે હાજરી આપી હતી. તે બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં અને આ વર્ષની ફેબ્રુઆરીની શરૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અજિત પવારની NCPમાં જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
