ભાજપને એવુ લાગે છે કે એ હંમેશા સત્તામાં રહેશેઃ લંડનમાં રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે ભાજપને એવુ લાગે છે કે તે હંમેશા ભારતમાં સત્તામાં રહેશે પરંતુ એવુ નથી. એમ કહેવુ કે કોંગ્રેસ 'ખતમ થઈ ગઈ' એક હાસ્યાસ્પદ વિચાર છે.

Rahul Gandhi in London: કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં કેન્દ્રની ભાજપ સરકાર પર ફરીથી હુમલો કર્યો. લંડનના હાઈસ ઑફ પાર્લામેન્ટ કૉમ્પ્લેક્સમાં બ્રિટિશ સાંસદોને સંબોધિત કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતની સંસદમાં વિપક્ષનો અવોજ દબાવવામાં આવી રહ્યો છે. ભારતમાં સંસદ થવુ ઘણુ મુશ્કેલ છે.
રાહુલ ગાંધીના એક સપ્તાહના યુકેના પ્રવાસ પર સોમવારે સાંજે ચેથમ હાઉસ થિંક ટેંકમાં એક વાતચીત સત્રને સંબોધિત કરતા ગાંધીએ કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ) સરકારની રાજકીય ખામીઓ પર વાત કરી. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે ભાજપને એવુ લાગે છે કે તે હંમેશા ભારતમાં સત્તામાં રહેશે પરંતુ એવુ નથી. એમ કહેવુ કે કોંગ્રેસ 'ખતમ થઈ ગઈ' એક હાસ્યાસ્પદ વિચાર છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે. ભાજપના 10 વર્ષ સત્તામાં રહ્યા પહેલા અમે 10 વર્ષ સત્તામાં હતા. ભાજપને એવુ લાગે છે કે તે ભારતમાં સત્તામાં છે અને હંમેશા માટે સત્તામાં રહેવાની છે પરંતુ એવુ નથી.
'ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે'
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યુ હતુ કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે, સરમુખત્યારશાહી થઈ રહી છે. આ નિવેદન પછી રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ બ્રિટિશ સંસદના ગ્રાન્ડ કમિટી રૂમમાં 90 મહેમાનોની ભરચક રૂમમાં સાંસદોની સામે કહ્યુ કે ભારતમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અહીં લોર્ડ્સ, ડેમ્સ, સાંસદો, શિક્ષણવિદો, જાહેર જનતાના સભ્યો અને મીડિયા પણ હાજર હતા.
'વિપક્ષને ખતમ કરવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે'
રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને આરોપ લગાવ્યો હતો કે તેમની સામે માઈક્રોફોન રાખવામાં આવ્યુ હતુ અને મને બોલવા દેવામાં ન આવ્યો. રાહુલે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં આ રીતે વિપક્ષને ખતમ કરવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે માઈક્સ ખરાબ નથી, તે બધા કામ કરી રહ્યા છે પરંતુ તેને બંધ કરી દેવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે આવુ એક વાર નથી થયુ, મારા ભાષણ દરમિયાન ઘણી વાર બન્યુ છે.
'સંવાદ દબાવી દેવામાં આવ્યા છે'
હાઉસ ઑફ કૉમન્સના ગ્રાન્ડ કમિટી રૂમમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય મૂળના વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્મા દ્વારા પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, "જ્યારે હું પહેલીવાર રાજકારણમાં પ્રવેશ્યો હતો, ત્યારે હું ભારત અને રાજનીતિ પ્રત્યે વિશેષ દ્રષ્ટિકોણ ધરાવતો હતો. તે દિવસોમાં હું માનતો હતો કે કોઈપણ ભારતીય જે કહેવા માંગે છે તે કહી શકે છે પરંતુ હવે એવુ નથી. સંવાદ જે સંપૂર્ણપણે ખુલ્લા અને મુક્ત હતા તે હવે દબાવી દેવામાં આવ્યા છે અને અવરોધિત છે.
ભારતે ફરીથી વાત કરવાની જરુર છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે આરએસએસ અને ભાજપ એજન્સીઓમાં ઘુસણખોરી કરી રહ્યા છે. તેઓ એજન્સીઓ પર દબાણ કરી રહ્યા છે અને તેથી વાતચીત શક્ય નથી. તેથી જ મે ભારત જોડો યાત્રા કરી હતી. તેમણે કહ્યુ કે ભારત જોડો યાત્રાનો મુખ્ય વિચાર એ હતો કે ભારતે ફરીથી વાત શરૂ કરવાની જરૂર છે.
'હું મીડિયાની નહિ જમીન પરનો લોકોની વાત સાંભળુ છુ'
લંડન સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સના પ્રોફેસર મુકુલિકા બેનર્જી અને નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકેના ચેરપર્સન સનમ અરોરા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોંગ્રેસ પાર્ટી એક આઈડિયા છે. ભાજપ કરતાં કોંગ્રેસે ઘણા વર્ષો સુધી દેશ પર શાસન કર્યુ છે પરંતુ 'ભાજપને કોઈ હરાવી શકતુ નથી' તેવુ મીડિયામાં એક નરેટીવ છે. હું મીડિયાની વાર્તાઓ સાંભળતો નથી. હું જમીન પરના લોકોની વાત સાંભળુ છુ.












Click it and Unblock the Notifications
