Rahul Gandhi disqualified: સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ, સભ્યપદ ખતમ કરતા નિયમનો પડકાર્યો

Rahul Gandhi disqualified: રાહુલ ગાંધીને સુરત કોર્ટે મોદી સરનેમ માનહાનિવાળા કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. આ સજાનુ એલાન થયા બાદ લોકસભા સચિવાલયે નિયમ મુજબ તેમનુ સભ્યપદ ખતમ કરી દીધુ. હવે આ મામલે જોડાયેલી એક જનહિત અરજી(PIL)સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં બે વર્ષની સજા થતા આપોઆપ સભ્યપદ ખતમ થવાના નિયમને પડકારવામાં આવ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે આ નિયમનો રાજકીય લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ અરજી કેરળની આભા મુરલીધરન દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે બંધારણની કલમ 8(3)નો દુરુપયોગ કરી રહ્યા છે. તેનો ઉપયોગ રાજકીય એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આ આપણી ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ કોઈને બે વર્ષની સજા થાય છે, ત્યારે તેનુ સભ્યપદ તાત્કાલિક સમાપ્ત ન કરવુ જોઈએ, પરંતુ તેના ગુનાની પ્રવૃત્તિ, ભૂમિકા વગેરેને જોઈને નિર્ણય લેવો જોઈએ.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં રેલી કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યુ હતુ કે 'બધા ચોરોની અટક મોદી જ કેમ છે'. તેમનુ નિશાન નીરવ મોદી અને લલિત મોદી પર હતુ. આ નિવેદનના આધારે ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર હવે કોર્ટનો નિર્ણય આવી ગયો છે, જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, તેમને તરત જ જામીન મળી ગયા હતા.
જો વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા અથવા રાજ્યસભાના કોઈપણ સભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે, તો તેમનુ સભ્યપદ તાત્કાલિક રદ કરવામાં આવે છે. આ સિવાય તેઓ આગામી 6 વર્ષ માટે અયોગ્ય રહેશે અને ચૂંટણી લડી શકશે નહીં. છેલ્લા એક વર્ષમાં આ નિયમોના આધારે ઘણા લોકોનુ સભ્યપદ રદ થયુ છે.












Click it and Unblock the Notifications
