HAL પર રાહુલ ગાંધીએ રક્ષામંત્રી પર નિશાન સાધ્યું, કહ્યું- સંસદમાં જૂઠું બોલ્યા
HAL પર રાહુલ ગાંધીએ રક્ષામંત્રી પર નિશાન સાધ્યું
નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈ શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ભારે હંગામો મચ્યો છે. લોકસભામાં આજે પણ રક્ષામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન બાદ કોંગ્રેસે હંગામો કર્યો અને તેમના પર જૂઠ બોલવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં આજે રક્ષામંત્રી જૂઠું બોલ્યાં છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર આ ડીલને લઈ પીએમ મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું.

રાહુલ ગાંધીએ પૂછ્યું કે પીએમ મોદી અને રક્ષામંત્રી અને પીએમ મોદીને સવાલ કર્યો કે, શું વાયુસેના અને રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાફેલ ડીલમાં તમારા હસ્તક્ષેપનો વાંધો ઉઠાવ્યો હતો? રાહુલે કહ્યું કે, રક્ષામંત્રી પહેલા કહી રહ્યા હતા કે HALને 1 લાખ કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે હવે કહી રહ્યા છે કે HAL 26,570.80 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રક્ષામંત્રી સંસદમાં જૂઠું બોલ્યાં.
જણાવી દઈએ કે આજે લોકસભામાં રક્ષામંત્રીએ કોંગ્રેસના આરોપો પર જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ 2014-18 દરમિયાન 26,570.80 કરોડ રૂપિયાના કરાર પહેલા જ એચએએલ સાથે કરવામાં આવ્યા છે અને 73 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર પાઈપલાઈનમાં છે. આ પ્રકારે એક લાખ કરોડ રૂપિયા HALને આપવામાં આવ્યા છે. રાફેલ ડીલ પર રાહુલ ગાંધીનો આરોપ છે કે પીએમ મોદીએ અનિલ અંબાણીની કંપનીને આ ડીલમાં લાભ પહોંચાડવાનું કામ કર્યું છે. જ્યારે ભાજપે રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવી રાજનૈતિક લાભ માટે ચલાવવામાં આવી રહેલ એજન્ડા ગણાવ્યો.
આ પણ વાંચો- મોદી સરકારનો મોટો નિર્ણય, સવર્ણોને 10 ટકા અનામતનું એલાન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
