રાધે માંએ કસમ ખાધી, હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં નહીં બેસું
પોતાના ડાન્સ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ધર્મગુરુ રાધે માં ફરી એકવાર સમાચારોમાં છે.
પોતાના ડાન્સ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ધર્મગુરુ રાધે માં ફરી એકવાર સમાચારોમાં છે. રાધે માં ઘ્વારા કસમ ખાવામાં આવી છે કે તેઓ હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં બેસીને ડાન્સ નહીં કરે. ખરેખર રાધે માની જુના અખાડામાં વાપસી થઇ ચુકી છે. રાધે માં ઘ્વારા લેખિતમાં માફીનામું આપવામાં આવ્યું છે, જેમાં તેમને કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં એવું કોઈ પણ કામ નહીં કરે જે અખાડાના નિયમો વિરુદ્ધ હોય. માફીનામું આપ્યા પછી જુના અખાડાએ રાધે માનું નીલંબન રદ કર્યું અને તેમની મહામંડલેશ્વરની પદવી પણ તેમને પાછી આપી.

માફીનામામાં રાધે માએ શુ લખ્યું?
આપને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં અખાડા તરફથી ઢોંગી બાબા અને સંતો અંગે એક લિસ્ટ જાહેર કરવામાં આવી, જેમાં રાધે માનું નામ પણ શામિલ હતું. રાધે માં સહીત પાયલોટ બાબાની પણ અખાડામાં વાપસી થઇ છે. રાધે માએ જુના અખાડામાં એક માફીનામું આપ્યું છે. રાધે માએ લિખિતમાં માફીનામું આપીને કસમ ખાધી છે કે તેઓ હવે ક્યારેય પણ ભક્તોના ખોળામાં બેસીને ડાન્સ નહીં કરે. રાધે માં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એવું કોઈ કામ નહીં કરે જે અખાડાના નિયમની વિરુદ્ધ હોય.

રાધે માની વાપસી પર વિવાદ
અખાડામાં રાધે માની વાપસી પછી કુંભ મેળામાં મહામંડલેશ્વર તરીકે રાધે માને જમીન અને બીજી કેટલીક સુવિધાઓ મળશે. અખાડામાં રાધે માની વાપસી થવા પર વિવાદ થઇ રહ્યો છે. રાધે માને અખાડામાં ફરી શામિલ કરવા પર ઘણા સાધુ સંતો ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી ઘ્વારા અખાડાને પ્રાર્થના કરી કે તેઓ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે.

કોણ છે રાધે માં
પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

હાથમાં ત્રિશુળ
રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે. રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો.

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
ડૉલી બિન્દ્રાએ ગૉડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે. બિન્દ્રાએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે વર્ષ 2015માં રાધે મા અને તેમના ભક્તોએ તેમને ચંદીગઢ સ્થિત પંજાબ પોલિસના એક મોટા અધિકારીના ઘરે યૌન શોષણનો શિકાર બનાવી હતી. આના વિરોધમાં તેમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ રાધે મા અને પોલિસ અધિકારીની ઉંચી પહોંચના કારણે સમગ્ર મામલો રફે-દફે કરી દેવાયો. બિન્દ્રાએ કહ્યુ કે તેમણે પોતાની સાથે થયેલી ગંદી હરકતની ફરિયાદ પોલિસમાં પણ કરાવી હતી પરંતુ પોલિસે સમગ્ર મામલે કોઈ પગલાં લીધા નહોતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
