પુતિન, બાઇડન અને કિંગ ચાર્લ્સ પણ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરેની ચર્ચા, સંજય રાઉતનો વીડિયો વાયરલ
સંજય રાઉત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના તે નિવેદનની મજાક ઉડાવી રહ્યા હતા, જેમાં શિંદેએ દાવો કર્યો હતો કે, બિલ ક્લિન્ટન તેમના વિશે પૂછપરછ કરી રહ્યા હતા.
મુંબઇ : શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉત ઘણી વાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. વર્તમાન સમયમાં સંજય રાઉતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સની વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં સંજય રાઉત કહીં રહ્યા છે કે, આ ત્રણેય હસ્તી ઉદ્ધવ ઠાકરે વિશે ચર્ચા કરે છે.

ઝેલેન્સ્કી પણ ઉદ્ધવ ઠાકરે વિશે પૂછે છે
સંજય રાઉત તેમના ભાષણમાં આગળ કહે છે કે, પુતિન, બાઇડન અને ચાર્લ્સ પૂછી રહ્યા છે કે, આ ઉદ્ધવ ઠાકરે કોણ છે, જે મોદી સામે હાર નથી માની રહ્યો અને એકનાથ શિંદે સામે લડી રહ્યો છે. રાઉતે વધુમાં કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પણ પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન મોદીએ ઉદ્ધવ સાથે પહેલા કેમ મુલાકાત ન કરાવી.

એકનાથ શિંદેને આપ્યો જવાબ
સંજય રાઉત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના તે નિવેદનની મજાક ઉડાવી રહ્યા હતા, જેમાં શિંદેએ દાવો કર્યો હતો કે, બિલક્લિન્ટન તેમના વિશે પૂછપરછ કરી રહ્યા હતા. શિંદેએ જણાવ્યું હતું કે, બિલ ક્લિન્ટન સાથે રહેતો એક ભારતીય થોડા મહિના પહેલા મારી પાસે આવ્યો અને તેણે મને જણાવ્યું હતું કે, બિલ ક્લિન્ટને તેમના વિશે પૂછ્યું હતું કે, એકનાથ શિંદે કોણ છે. એકનાથ શિંદે કેટલું કામ કરે છે, ક્યારે ખાય છે અને ક્યારે સૂવે છે.

ભાજપે કર્યો કટાક્ષ
સંજય રાઉતનો વાયરલ વીડિયો શેર કરીને ભાજપે ઝાટકણી કાઢી છે. એક ટ્વીટમાં બીજેપી કાર્યકર પ્રીતિ ગાંધીએ લખ્યું હતું કે, તમે કહો કોની કોમિક સેન્સ સારી છે, રાહુલ ગાંધી કે સંજય રાઉત. પ્રીતિએ લખ્યું કે, કપિલ શર્મા શો સાથે પણ સ્પર્ધા કરી શકે છે સંજય રાઉત.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
