Punjab News : કાંડી વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહિત કરાશે, CM માને કહ્યું, જોવા આવશે લોકો
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. જેમાં સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

આજે મુખ્યમંત્રી માનના નેતૃત્વમાં PIDBની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પંજાબના કાંડી વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને માહિતી આપી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં વધુ રણજીત સાગર ડેમ, શાહપુર કાંડી વિસ્તાર અને હોશિયારપુરના કાંડી વિસ્તારનો વિકાસ કરશે, જેથી લોકો પંજાબના આ વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા જોવા આવે.












Click it and Unblock the Notifications
