Punjab News : સૂટ સ્ટીચિંગના સંચાલકે માંગ્યા 50 હજાર, બુટિકને કરાયું સીલ
Punjab News : Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મોહાલી જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં સૂટ સ્ટીચિંગને બદલે બુટિક ઓપરેટરે મહિલા પાસે 50,000 રૂપિયા માંગ્યા હતા. સૂટ સીવવાનો ખર્ચ સાંભળીને મહિલા ચોંકી ઉઠી હતી. જે બાદ મહિલાએ પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાને આ અંગે ફરિયાદ કરી હતી.

મહિલાની ફરિયાદ સાંભળ્યા બાદ પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ ટેક્સેશન વિભાગને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બુટિકને સીલ કરી દીધું છે. અમર ઉજાલાના સમાચાર અહેવાલ મુજબ, આ મામલાની તપાસ કરવા આવેલી ટીમને બુટિક ઓપરેટર દ્વારા 16 લાખની જીએસટી ચોરીની જાણ થઈ હતી.
16 લાખની જીએસટી ચોરીના કેસમાં ટેક્સેશન વિભાગની ટીમે બુટિકને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબ સરકાર હવે તેમના ઘરોમાં બુટિક ચલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે.
પંજાબ સરકારનું માનવું છે કે, બુટિકના નામે ચાલતી દુકાનોમાંથી ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે પંજાબ સરકાર આ બુટિકને ટેક્સના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. આ મુજબ ઘરોમાં ચાલતા બુટિક ઓપરેટરોએ જીએસટી નંબર લેવો પડી શકે છે.
હવે આ મામલે કોઈ કંઈ બોલવાનું ટાળી રહ્યું છે. કારણ કે, આ મામલો એક પ્રભાવશાળી મહિલા સાથે જોડાયેલો છે. જોકે, આટલી મોંઘી કિંમતે સૂટ સિલાઇ કરાવવા માટે બુટિક ઓપરેટર પાસે કોણ ગયું હતું તે હજુ સુધી સામે આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
