Punjab News : ડિસેમ્બર 2023 સુધીમાં થશે પંચાયતોનું સોશિયલ ઓડિટ, માન સરકારનો આદેશ

Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. જેમાં ગ્રામિણ વિકાસ માટે પણ ભગવંત માન સરકાર સતત કાર્યરત છે.

નાણા પ્રધાન એડવોકેટ હરપાલ સિંહ ચીમા અને વિદેશી ભારતીય બાબતોના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલની બનેલી કેબિનેટ સબ-કમિટીએ ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગને ડિસેમ્બર 2023 સુધીમાં રાજ્યની તમામ પંચાયતોનું સામાજિક ઓડિટ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

Punjab News

નાણા પ્રધાન એડવોકેટ હરપાલ સિંહ ચીમા જણાવ્યું હતું કે, પંચાયતોના સોશિયલ ઓડિટનો આ રિપોર્ટ પણ સાર્વજનિક કરવામાં આવશે.

આજે પંજાબ ભવન ખાતે ખેત મજૂર યુનિયન સાથેની બેઠક દરમિયાન કેબિનેટ સબ-કમિટીએ આ આદેશો આપ્યા હતા. કેબિનેટ પેટા સમિતિએ વિભાગને પંચાયતની જમીનની હરાજીની વીડિયોગ્રાફી સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.

આ દરમિયાન કેબિનેટ પેટા સમિતિએ અનુસૂચિત જાતિઓ માટે પંચાયતી જમીનની બોલીને લગતા મુદ્દાઓની તપાસ કરવા સંયુક્ત વિકાસ કમિશનર અમિત કુમારના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ કમિટી પટિયાલા અને અન્ય જિલ્લાઓ સાથે સંબંધિત બાબતોની તપાસ કરીને 15 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.

આ પ્રસંગે કેબિનેટ પેટા સમિતિ વતી તમામ જિલ્લાના એડીસી વિકાસને પણ અનુસૂચિત જાતિને લગતી બાકી રહેતી ફરિયાદોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.

મનરેગા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન, નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ વિભાગને મનરેગા સંબંધિત નિયમોની નકલો તમામ સરપંચો અને પંચાયત સભ્યોને મોકલવા જણાવ્યું છે. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે જોબ કાર્ડ ન બને.

નાણા પ્રધાન એડવોકેટ હરપાલ સિંહ ચીમા જણાવ્યું હતું કે, જે ગામોમાં મનરેગા હેઠળ મહિલા સાથીની નિમણૂક કરવામાં આવી નથી, ત્યાં આ નિમણૂક વહેલી તકે થવી જોઈએ.

મનરેગા કામદારોના વેતનમાં વધારો કરવા અંગે હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ અંગે ભારત સરકારને પત્ર લખી ચૂક્યા છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવામાં આવશે.

ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગના અધિકારીઓએ અનુસૂચિત જાતિઓને 5-5 મરલાના પ્લોટની ફાળવણી અંગે કેબિનેટ સબ-કમિટીને માહિતી આપી હતી કે, ડિસેમ્બર 2021 સુધી સમગ્ર પંજાબમાં 35303 અરજીઓ આવી હતી, જેમાંથી 24787 પ્લોટ આપવામાં આવ્યા છે, અને બાકીની અરજીઓ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X