Punjab News : CM માને આંગણવાડી કાર્યકરોને આપી ભેટ, વહેંચ્યા 5 હજારથી વધુ નિમણૂંક પત્રો
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરૂવારના રોજ અમૃતસરના GNDU ખાતે આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવંત માનને સ્ટેજ પર આંગણવાડી કાર્યકરો રાખડી બાંધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો જેવું કોઈ કામ નથી.
આ દરમિયાન ભગવંત માન મહિલાઓને રાખડી ભેટ આપી, આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્ર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 5704 બહેનોને નિમણૂક પત્રો આપી રહ્યા છે. નોકરીની ભલામણ નહીં અને પૈસા નહીં, માત્ર યોગ્યતાના આધારે નોકરી આપવી. તેઓ કોઈ માફિયાના પક્ષમાં નથી.

મંચ પરથી બોલતા મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, આજે ઘણી બહેનો અમારી સરકારના પરિવારનો ભાગ બની રહી છે, અને પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખવામાં આવે છે. આપણી દીકરીઓ દીકરાઓથી ઓછી નથી, દીકરીઓ દરેક ક્ષેત્રમાં જીતી રહી છે, તેઓ કોઈ પણ રીતે પાછળ નથી. આપણે કોઈ તહેવાર પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારે તમારી જાતને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે સવારે અમૃતસર પહોંચ્યા હતા. પહેલા તેમણે ગુરુદ્વારા શ્રી બાબા બકાલામાં નમન કર્યું અને પછી લગભગ 2 કલાકની આસપાસ તેઓ GNDU ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ભગવંત માન ધીમે ધીમે તેમના વચનો અને બાંયધરી પૂરી કરી રહ્યા છે.
ગત કેટલાક મહિનાઓમાં કાચા શિક્ષકોને કાયમી કરીને તેમને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પંજાબની શાળાઓમાં 10 થી 15 વર્ષથી ભણાવતા 12,710 અસ્થાયી શિક્ષકોને નિયમિત કરીને પંજાબ સરકારે મોટી ભેટ આપી છે અને દર વર્ષે તેમના પગારમાં પાંચ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
