Punjab News : સરકારી ઓફિસ પર પંજાબના કેબિનેટ મંત્રીની સરપ્રાઇઝ મુલાકાત, આપી કડક સૂચના
Punjab News : પંજાબના કેબિનેટ મંત્રી ચેતન સિંહ જોરામાજરા દ્વારા સવારે 7.30 કલાકે પંજાબના બાગાયત કાર્યાલય પર ઓચિંતી મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્યમંત્રી ભગવંત માનની સૂચનાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ સાથે સમયના પાબંદ રહેવાની સૂચના આપવામાં આવી છે.

કેબિનેટ મંત્રી ચેતન સિંહ જોરામાજરાએસવારે પંજાબના બાગાયત કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેઓ સવારે 7.30 વાગ્યે ઓફિસ પહોંચ્યા હતા.
તેમણે ટ્વીટ કર્યું કે આજે સવારે 7.30 વાગ્યે, પંજાબના બાગાયત નિયામકના કાર્યાલયનું ઓચિંતું નિરીક્ષણ કરીને અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્યમંત્રી ભગવંત માનની સૂચનાઓ વિશે માહિતગાર કર્યા અને તેમને સમયના પાબંદ રહેવા વિનંતી કરી, પંજાબ સરકારને વધુ સારું વહીવટ પ્રદાન કરવા વિનંતી કરી.












Click it and Unblock the Notifications
