Punjab News : ખાસા-નારાયરગઢમાં પુનઃસ્થાપિત કરાયો વીજ પુરવઠો, માન સરકારને ભારે નુકસાન
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
ખાસા અને નારાયણગઢ વિસ્તારોમાં શનિવારના રોજ ખરાબ હવામાનને કારણે પડી ગયેલા 220 KV ટાવરોને વીજ પુરવઠો ઈમરજન્સી મોડ હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, શહેરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ હતી. હાલ જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહ્યો છે.

ઉર્જા મંત્રી હરભજન સિંઘ ETO, જેઓ શનિવારની રાત્રે ઉક્ત સ્થળોએ ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરવા ગયા હતા, તેમણે જણાવ્યું હતું કે, ઉક્ત મોટી લાઈન શહેરમાં વીજળીના મુખ્ય પુરવઠાનો એક ભાગ છે અને ભારે પવન અને ઝાપટાને કારણે ભારે નુકસાન થયું છે. આ વીજલાઈન પણ આ વિસ્તારમાં ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.
ઉર્જા મંત્રી હરભજન સિંઘ ETOએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે વીજળી વિભાગને મોટું નુકસાન થયું છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 13750 ઇલેક્ટ્રિક પોલ, 3379 ટ્રાન્સફોર્મર, 317 કિલોમીટર લાંબી પાવર લાઇન, 66 KVના 17 ટાવરને નુકસાન થયું છે, જેના કારણે વિભાગને 31 કરોડ રૂપિયાથી વધુનું નાણાકીય નુકસાન થયું છે.
ઉર્જા મંત્રી હરભજન સિંઘે જણાવ્યું હતું કે, આ લાઇનનો ટાવર તૂટી પડવાથી શહેરમાં વીજ પુરવઠાને ગંભીર અસર થઈ હતી અને લોકોને સખત ગરમીમાં વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટાવરમાંથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જેના કારણે પાવર કટ થશે નહીં.
હરભજન સિંઘ ETOએ જણાવ્યું હતું કે, અમારી પાસે વીજળીની અછત નથી, પરંતુ લાઇનમાં ભંગાણના કારણે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ શહેરમાં વીજ પુરવઠો કાપવો પડે છે. શહેરના રહેવાસીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે આ લાઇન શરૂ કરવા માટે રાત-દિવસ મહેનત કરનારા ઈલેક્ટ્રીશિયનોનો પણ આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
