Punjab News : પંજાબના ગામડાનો વિકાસ કરવા માટે માન સરકારે લીધો નિર્ણય
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા સતત પંજાબની જનતાની ભલાઇ માટે સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે. વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે.
આ સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે ખાસ બેઠક યોજી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી માન ગામડાઓ માટે સરકારી મિની બસો દોડાવવાની યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે ગામડાઓને શહેરો સાથે જોડતી બસો ફરી શરૂ કરવા પર ખાસ ચર્ચા કરી હતી. તેઓએ ધાર્મિક સ્થળો માટે વિશેષ બસો દોડાવવા અંગે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં તેમણે ગામડાઓને શહેરો સાથે જોડતી બસો ફરી શરૂ કરવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. ભગવંત માને જણાવ્યું હતું કે, અમે ગામડાના લોકોને શહેર સુધી પહોંચવા માટે સરકારી મિની બસની સુવિધા આપવા માંગીએ છીએ, જેથી લોકોની મુશ્કેલીઓ ઓછી થાય. આ સાથે ધાર્મિક સ્થળો માટે વિશેષ બસો દોડાવવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
