Punjab News : માન સરકારે મોહલ્લા ક્લિનિક માટે કરી ભરતીની જાહેરાત, બહાર પાડ્યું જાહેરનામું
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે પણ ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબની ભગવંત માન સરકારે દિલ્હીની જેમ પંજાબમાં પણ મોહલ્લા ક્લિનિક શરૂ કરી હતી. હવે આ મોહલ્લા ક્લિનિક્સ આરોગ્ય તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આવા સમયે હવે પંજાબ સરકારે આ ક્લિનિક્સમાં ભરતીની જાહેરાત કરી છે.

પંજાબ સરકારે NHM મોહલ્લા ક્લિનિક પંજાબ ભરતી 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો તમામ પાત્રતા વિગતો વાંચ્યા બાદ અરજી કરી શકે છે.
માહિતી અનુસાર મોહલ્લા ક્લિનિકમાં 17 સપ્ટેમ્બરથી અરજી સબમિટ કરી શકાય છે અને તેની છેલ્લી તારીખ 2 ઓક્ટોબર, 2023 છે. આમ આદમી ક્લિનિકમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, ક્લિનિકલ આસિસ્ટન્ટની જરૂર છે.
નોકરમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ આમ આદમી ક્લિનિક ભરતીની સત્તાવાર વેબસાઇટ nhm.punjab.gov.in પર ઓનલાઇન અરજી કરવી જોઈએ. સૂચના અનુસાર, ફાર્માસિસ્ટ અને ક્લિનિકલ સહાયકની ઉંમર 37 વર્ષ છે. પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
