Punjab News : CM માને પંજાબ કેબિનેટમાં ફેરબદલ વિશે કહીં આ વાત, જાણો થશે કે નહીં?
Punjab News : પંજાબ રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ પંજાબ કેબિનેટમાં ફેરબદલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
જ્યારે તેમણે મીડિયાના પત્રકારોને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, સરકાર સારી રીતે ચાલી રહી છે અને ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોએ યાદી બનાવી છે કે, કયા મંત્રી જશે અને કોની એન્ટ્રી થશે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ રીતે મંત્રીઓમાં સનસનાટી ફેલાય છે અને ભયનું વાતાવરણ સર્જાય છે. આ માટે આવી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. મુખ્યમંત્રી ભગનંત માને જણાવ્યું હતું કે, પંજાબ કેબિનેટમાં ફેરબદલ કરવાનો હાલ કોઈ ઈરાદો નથી અને સરકાર જે રીતે ચાલી રહી છે તે જ રીતે ચાલશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબ કેબિનેટમાં ફેરબદલની ચર્ચાઓ અંગે મીડિયા દ્વારા મુખ્યમંત્રી માનને સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કોઈપણ ફેરબદલનો ઈન્કાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
