Punjab News : સુરક્ષા ઘેરો તોડીને પૂર પીડિતોને મળ્યા CM માન, અધિકારીઓને કહી આ વાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન શુક્રવારના રોજ ફિરોઝપુર ગામ નિહાલા લવેરાના ગ્રામજનોને મળ્યા હતા. CM ભગવંત માન પૂર પીડિતોની સ્થિતિની સમીક્ષા કરવા ફિરોઝપુર પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોની મોટી ભીડ એકઠી થવા લાગી હતી.

વધતી ભીડને જોઈને, પંજાબ પોલીસ અને સીએમ સિક્યોરિટીએ ગામલોકોને પાછળ ધકેલવાનું શરૂ કરી દીધું હતી. સીએમ ભગવંતે સુરક્ષા અધિકારીઓને કહ્યું કે, આ લોકોને આગળ આવવા દો, આ આપણા જ લોકો છે. આ લોકો પોતાની વાત રજુ કરવા માંગે છે.
ગ્રામજનોને મળ્યા બાદ મુખ્યમંત્રીએ બોટમાં નિહાલા લવેરા ખાતે વિવિધ પૂર પ્રભાવિત ગામોની મુલાકાત લીધી હતી. ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પૂર પીડિતો માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ખાસ ગીરદાવરી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત પાક સિવાય જે ગામોમાં ઘરો અને પશુધનને નુકસાન થયું છે ત્યાં પીડિતોને સંપૂર્ણ વળતર આપવામાં આવશે.
ભગવંત માને જણાવ્યું હતું કે, ખેડૂતોને બિયારણ અને ડાંગરની અછતનો સામનો કરવા દેવામાં આવશે નહીં. સરકારે પહેલાથી જ વિવિધ વિભાગો સાથે સંકલન કર્યું છે, પૂરના પાણી ઓસરતા જ ખેતરોમાં ડાંગરની ખેતી ફરીથી શરૂ કરવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબ સરકારના તમામ અધિકારીઓ સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવામાં લાગેલા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ફિરોઝપુરમાં સતલજ નદીના પાણીને કારણે લગભગ 15 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સીએમ ભગવંત માન પણ બપોર બાદ સબ ડિવિઝન શાહકોટના લોહિયા વિસ્તારના પૂરગ્રસ્ત ગામોની સ્થિતિની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે પટિયાલા જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા હંમેશા પંજાબ પાસે પાણીની માંગ કરતું રહે છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
નોંધનીય બાબત છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજસ્થાન પણ પંજાબ પાસે પાણીમાં ભાગ માંગે છે. હિમાચલ પ્રદેશ પંજાબ પહોંચી રહેલા પાણી પર રોયલ્ટી માંગી રહી છે. ભાગ માંગવા બધા પહોંચી જાય છે, પણ ડૂબવું માત્ર પંજાબને જ પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
