Punjab News : હિંમત હોય તો હાઈકમાન્ડ સાથે વાત કરો, પ્રતાપ સિંહ બાજવા પર ભડક્યા CM ભગવંત માન
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારના રોજ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવા પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, પ્રતાપ સિંહ બાજવા પંજાબની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને તોડવાની વાત કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કરતા કહ્યું કે, હું જાણું છું કે કોંગ્રેસે તમારી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા નિષ્ફળ કરી દીધી હતી. હું પંજાબની 3 કરોડ જનતાનો પ્રતિનિધિ છું. તમારા જેવો ખુરશી યુક્તિબાજ નથી. હિંમત હોય તો હાઈકમાન્ડ સાથે વાત કરો.

આવા સમયે પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે પહેલાથી જ 18 ધારાસભ્યો છે. જો અમે તમામ લોકસભા બેઠકો જીતીશું, તો આમ આદમી પાર્ટીની સરકાર તૂટી જશે. પ્રતાપ સિંહ બાજવાના આ નિવેદન પર મુખ્યમંત્રી માને તીખી પ્રતિક્રિયા આપી છે.
પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આ રીતે અમે ખૂબ નજીક આવી ગયા છીએ. જો કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી 2024માં પંજાબની તમામ 13 લોકસભા બેઠકો જીતી લે છે, તો આમ આદમી પાર્ટીની સરકાર તૂટી જશે. કારણ કે, આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. બાજવાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસની બી ટીમ આમ આદમી પાર્ટીમાં બેઠી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે અમૃતસર પહોંચ્યા છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અમૃતસર પહોંચી ગયા છે. એરપોર્ટ પર તમામ નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
