Punjab News : CM ભગવંત માને કર્યો ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઇન્કાર, જણાવ્યું આ કારણ
Punjab News : દિલ્હી સરકારની સામે કેન્દ્ર સરકારના વટહુકમ અંગે આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ અંગે સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
આ વચ્ચે ગુરુવારના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાનો ઇન્કાર કર્યો છે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને એક પત્ર લખીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી Z પ્લસ સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને દિલ્હી અને પંજાબમાં ઝેડ પ્લસ સુરક્ષાની જરૂર નથી. આ બંને સ્થળોએ અમને પંજાબ પોલીસ તરફથી વિશેષ સુરક્ષા છે. પત્ર લખીને તેમણે વિશેષ રક્ષણ લેવાનો ઇન્કાર કર્યો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે, 25 મેના રોજ ભગવંત માનને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મુખ્યમંત્રી ભગવંત માનની ઝેડ પ્લસ સુરક્ષા લાગુ કરી હતી.
કેન્દ્રએ સીઆરપીએફને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ભગવંત માનને સમગ્ર દેશમાં Z પ્લસ સુરક્ષા કવચ પ્રદાન કરવા વિનંતી કરી હતી.
પંજાબ પોલીસની સુરક્ષા ઉપરાંત મુખ્યમંત્રીના ઘર અને પરિવારના નજીકના સભ્યોને પણ સુરક્ષા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ ખાલિસ્તાની ગતિવિધિઓને કારણે મુખ્યમંત્રીને ઉભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટનું વિશ્લેષણ કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભગવંત માન માટે ઝેડ પ્લસ સુરક્ષાની ભલામણ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રીને કથિત રીતે ખાલિસ્તાન તરફી તત્વો તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. પટિયાલા સ્થિત વકીલે દાવો કર્યો હતો કે, ભગવંત માનની પુત્રી સીરત કૌર માન, જે યુએસમાં રહે છે, તેને ખાલિસ્તાન સમર્થકો તરફથી કથિત રીતે ધમકીભર્યા ફોન આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
