Punjab News: મુસાફરીઓથી ભરેલી બસ નહેરમાં ખાબકી, કામગીરી પર CM માનની બચાવ કાર્ય પર નજર
Punjab News : મુસાફરીથી ભરેલી પ્રાઇવેટ બસ મંગળવારના રોજ મુક્તસરના કોટકપુરા રોડ પર ઝબેલવાલીની પાસે એક નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ઘણી યાત્રીઓની મોત થયા છે. જોકે, અત્યાર સુધી મોતની સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી.
આવા સમયે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા કહ્યું છે.

મુખ્યમંત્રી ભગવંત માને પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું હતું કે, મુક્તસર-કોટકપુરા રોડ પર ખાનગી બસના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રશાસનની ટીમો સ્થળ પર હાજર છે. બચાવ કામગીરી વિશે ક્ષણે ક્ષણ માહિતી આપવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, એક ખાનગી કંપનીની બસ બપોરે લગભગ 1 કલાકે મુક્તાર સ્ટેન્ડથી કોટકપુર જવા રવાના થઈ હતી.
જે બપોરે 1.25 કલાકે કેનાલમાં પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદના કારણે બસ ડ્રાઈવે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ. સમાચાર અનુસાર, અત્યાર સુધીમાં 40 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે આ અકસ્માત થયો, ત્યારે તેમાં 60 થી 65 મુસાફરો સવાર હતા.
આ દુર્ઘટનાની માહિતી મળતા જ એસએસપી હરમનબીર સિંહ ગિલ અને વિવિધ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. બસ મુક્તસરથી કોટકપુરા તરફ જઈ રહી હતી. વિભાગીય ધારાસભ્ય જગદીપ સિંહ કાકા બરાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના સમયે બસ ખૂબ જ સ્પીડમાં હતી. કેનાલના કિનારે લગાવેલી લોખંડની ગ્રીલ તોડી બસ કેનાલમાં પડી છે.












Click it and Unblock the Notifications
