Punjab News : શિક્ષણ વિભાગમાં થશે 5400 AIE, EGS અને ATR શિક્ષકોની નિમણૂક
Punjab News: જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે પણ સતત ક્રાંતિકારી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
પંજાબ સરકાર દ્વારા શાળા શિક્ષણ વિભાગમાં રોજગાર ગેરંટી યોજના (EGS), વૈકલ્પિક નવીન શિક્ષણ (AIE) અને વિશેષ ટ્રેનર (STR) હેઠળ ભરતી કરવામાં આવેલા કાચા શિક્ષકોને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે 5400 શિક્ષકોને ફાયદો થશે.

પંજાબ સરકાર દ્વારા તેના 10 જૂનના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શિક્ષણ વિભાગમાં એડહોક, કોન્ટ્રાક્ટ, હંગામી શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે આપવામાં આવેલી મંજૂરીમાં પંજાબ સરકારે નવી જોગવાઈ ઉમેરી છે. સ્પેશિયલ કેડર હેઠળ 2002-03 થી 2011 વચ્ચે ભરતી થયેલા EGS, AIE અને STR વોલેન્ટિયર આ વર્ષે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.
આમાં એવા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે કે, જેમની પાસે શિક્ષણ વિભાગમાં ઓછામાં ઓછા 10 વર્ષ અથવા 10 વર્ષથી વધુનો કાર્ય અનુભવ છે અને જેમણે પ્રારંભિક નિમણૂકની તારીખથી નીતિમાં સુધારા અંગે વર્તમાન સૂચના બહાર પાડવામાં આવે, ત્યાં સુધી સેવા આપી છે. જે કર્મચારીઓએ આ પોલિસી હેઠળ અરજી કરી છે, તેઓ 28 જૂન સુધી તેમનો ડેટા અપડેટ કરી શકે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, કર્મચારી વિભાગ દ્વારા 7 ઓક્ટોબર, 2022 ના રોજ શિક્ષણ વિભાગમાં એડહોક, કોન્ટ્રાક્ટ, હંગામી શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે એક નીતિ જાહેર કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા નીતિના પેરા 3(2)1માં સુધારો કરીને 16 જૂનના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
