Punjab Lok Sabha Electionમાં આપ-કોંગ્રેસનો જલવો, ભાજપને કેટલી મળશે સીટ? જાણો સી વોટરનો સર્વે
Punjab Lok Sabha Election Survey: કેન્દ્રમાં સરકાર બનાવનારી લોકસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિના જ બાકી છે. તમામ રાજકીય પક્ષો સામાન્ય ચૂંટણીની તૈયારીઓમાં જોશભેર વ્યસ્ત છે. તે પહેલા ઘણી ન્યૂઝ ચેનલો એજન્સીઓ સાથે મળીને સર્વે કરી રહી છે. આ ક્રમમાં પંજાબને લઈને એક સર્વે સામે આવ્યો છે.
ઈન્ડિયા ટુડે અને સી વોટરે પંજાબ લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે કર્યો છે, જેને મૂડ ઑફ ધ નેશન નામ આપવામાં આવ્યું છે. આ સર્વેમાં પંજાબની કુલ 13 સીટો પર દરેક પાર્ટીને કેટલી સીટો મળી શકે છે તેનો અંદાજ આપવામાં આવ્યો છે.

'મૂડ ઑફ ધ નેશન' સર્વેમાં પંજાબના લોકોના મનને વાંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટી (AAP)ને અહીં જોરદાર લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે ગત ચૂંટણીના પરિણામોની સરખામણીમાં કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા છે.
પંજાબમાં AAP-કોંગ્રેસને 5-5 સીટ મળી
સર્વે મુજબ, કુલ 13 સીટોમાંથી કોંગ્રેસને 5 સીટ, AAPને 5 સીટ મળી શકે છે, જ્યારે બીજેપીને 2 સીટ અને અકાલી દળને 1 સીટ મળવાની સંભાવના છે.
ગઈ ચૂંટણી પરિણામો
પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણી 2019 વિશે વાત કરીએ તો, આમ આદમી પાર્ટીએ માત્ર એક સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ 8 સીટો જીતવામાં સફળ રહી હતી. અકાલી દળને બે અને ભાજપને બે બેઠકો મળી હતી.
કોને કેટલો વોટ શેર
સર્વે મુજબ વોટ શેરની ટકાવારી જોઈએ તો પંજાબની 13 લોકસભા સીટો પર આજે ચૂંટણી થાય છે તો AAPનો વોટ શેર વધીને 27.2 ટકા થઈ ગયો છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળી રહ્યા છે.
पंजाब का अनुमान
— Milind Khandekar (@milindkhandekar) February 8, 2024
कांग्रेस 5
आप 5
बीजेपी 2
अकाली 1#MoodOfTheNation pic.twitter.com/2kacIxCrIH












Click it and Unblock the Notifications
