પંજાબ ઇન્વેસ્ટમેન્ટ સમિટથી રાજ્યમાં મોટુ રોકાણ આવશે-પંજાબ સરકાર
મોહાલીમાં યોજાયેલા આ સમિટમાં 3 હજારથી વધુ રોકાણકારો પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભગવંત માને ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને આમંત્રણ આપ્યુ છે.
નવી દિલ્હી : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલમાં જ પંજાબ સરકાર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતું. મોહાલીમાં યોજાઈ ગયેલા આ ઈન્વેસ્ટમેન્ટ સમિટથી રાજ્યને મોટો ફાયદો થશે. અહીં મુખ્યમંત્રી ભગવંત માને ઉદ્યોગોને આમંત્રિત કર્યા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી.

મોહાલીમાં યોજાયેલા આ સમિટમાં 3 હજારથી વધુ રોકાણકારો પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભગવંત માને ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને આમંત્રણ આપ્યુ છે. પંજાબ સરકારના આ સમિટને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને રાજ્યમાં ભારે રોકાણ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ સમિટ દરમિયાન હિન્દુજા ગ્રુપનું એક પ્રતિનિધિમંડળ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરને મળ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે કંપની પંજાબમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન હેઠળ નાની બસો બનાવવા માંગે છે. આ ગ્રુપ માન સરકાર સાથે ભાગીદારીમાં રાજ્યમાં ડ્રાઇવર તાલીમ સંસ્થા ખોલવા પણ તૈયાર છે.
આ મુદ્દે વાત કરતા ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજિન્દર ગુપ્તાએ કહ્યું કે, પંજાબ સરકારનો સહકાર અજોડ છે. તેમણે કહ્યું કે, યુવાનોને મોટા પાયા પર રોજગારી આપવા માટે જૂથ વિસ્તરી રહ્યું છે. રાજિન્દર ગુપ્તાએ ઉદ્યોગના વિકાસ પર વિશેષ ભાર મૂકવા બદલ મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી હતી.
અહીં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબ સરકાર ત્રણ નવી નીતિઓ લાવી છે. આ પોલિસી પહેલી ઔદ્યોગિક પોલિસી છે, જેમાં 90 ટકા સૂચનો બિઝનેસમેનના છે. બીજી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અને ત્રીજી લોજિસ્ટિક્સ પોલિસી છે. આનાથી પંજાબને ફાયદો થશે.
પંજાબ સરકાર અનુસાર, રાજ્યમાં 11 મહિનામાં 38,175 કરોડ રૂપિયાનું રોકાણ થયુ છે. આ રોકાણથી રાજ્યમાં 2.43 લાખ યુવાનોને રોજગારી મળશે. આ સાથે સરકારને આશા છે કે રોકાણ સમિટ દરમિયાન પંજાબમાં વધુ મોટા પ્રોજેક્ટ આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
