પંજાબ: લુધીયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ, રાજ્યમાં હાઇ એલર્ટ
પંજાબના લુધિયાણામાં કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ NIAની ટીમ લુધિયાણાથી ચંદીગઢ જવા રવાના થઈ ગઈ છે. પોલીસે સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃ
પંજાબના લુધિયાણામાં કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર ઘાયલ થયા છે. બ્લાસ્ટ બાદ NIAની ટીમ લુધિયાણાથી ચંદીગઢ જવા રવાના થઈ ગઈ છે. પોલીસે સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિસ્ફોટ કેસમાં પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ડેપ્યુટી સીએમ રંધાવાએ ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

પંજાબના લુધિયાણામાં ગુરુવારે જિલ્લા કોર્ટ પરિસરમાં વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કોર્ટ સંકુલના બીજા માળે આવેલા ટોયલેટમાં થયો હતો. કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટ બાદ પંજાબમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજ્યમાં કોર્ટની સુરક્ષા વધારવા માટે કહ્યું છે.
બીજી તરફ ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. આ દરમિયાન NIAની ટીમ પણ મામલાની તપાસ માટે લુધિયાણા પહોંચી રહી છે. NSGની ટીમ પણ રવાના થઈ ગઈ હોવાના અહેવાલ છે.પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, અમારી ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે. લુધિયાણા અમારું સરહદી રાજ્ય છે, તેથી અમે બહારના દળોની શક્યતા સહિત કંઈપણ નકારી શકીએ નહીં, કારણ કે તેઓ ક્યારેય ઇચ્છતા નથી કે પંજાબ સ્થિર રહે; સમગ્ર રાજ્ય હાઈ એલર્ટ પર છે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વિસ્ફોટની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા લુધિયાણા જશે. તેમણે કહ્યું કે, જેમ જેમ (વિધાનસભા)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ કેટલાક રાષ્ટ્રવિરોધી અને રાજ્ય વિરોધી શક્તિઓ આવા જઘન્ય કૃત્યોને અંજામ આપવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર આ અંગે સજાગ છે અને લોકોએ પણ સજાગ રહેવું જોઈએ. ચન્નીએ કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
