નશાખોરી સામે પંજાબ સરકારની મોટી એક્શન, નશીલા પદાર્થો સાથે હથિયારોની તસ્કરીનો ભંડાફોડ
ભગવંત માન સરકાર પંજાબમાં સતત નશાખોરી અને ગેરકાયદે હથિયારો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. આ ક્રમમાં હાલમાં જ રાજ્યમાં નશીલા પદાર્થો સાથે હથિયારોની તસ્કરીનો ભાંડો ફુટ્યો છે.
પોલીસે ડ્રગ્સ તસ્કરોને મોટો ઝટકો આપ્યો છે. સીએમ ભગવંત માનની સૂચના પર ડ્રગ્સ સામેની લડાઈ ચાલી રહી છે. પંજાબ પોલીસે ડ્રગ સ્મગલિંગ નેટવર્કનો ખુલાસો કર્યો છે.

પોલીસે પાકિસ્તાન સ્થિત દાણચોરો દ્વારા ચલાવવામાં આવતા સીમા પાર નાર્કોટિક્સ અને હથિયારોની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે ગુરુવારે જણાવ્યું કે, 2 કિલો આઈસ ડ્રગ (મેથામ્ફેટામાઈન) રિકવર કર્યા બાદ એક તસ્કરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તસ્કરની ઓળખ સિમરનજીત સિંહ ઉર્ફે સિમર માન તરીકે થઈ છે અને તે અમૃતસરના ગગ્ગરમલ ગામનો રહેવાસી છે. આઈસ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવા ઉપરાંત પોલીસે તેના કબજામાંથી પાંચ જીવતા કારતુસ સાથે ચાઈનીઝ પિસ્તોલ પણ જપ્ત કરી છે.
ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી પાકિસ્તાન સ્થિત તસ્કર પઠાણ અને આમેર સાથે સીધા સંપર્કમાં હતો. ડ્રોન દ્વારા તેને સરહદ પારથી આઈસ ડ્રગ્સ અને હથિયારો સપ્લાય કરવામાં આવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ સમગ્ર રાજ્યમાં આઇસ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આગળ અને પાછળની કડીઓ જોડવા પોલીસ તપાસ ચલાવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
