પંજાબ સરકાર સામાજિક સુરક્ષા વિભાગના તમામ સ્તરના કર્મચારીઓને ઝડપી પ્રમોશન આપશે

પંજાબ સરકાર એક પછી એક મોટા નિર્ણયો કરી રહી છે. આ ક્રમમાં હવે સામાજીક સુરક્ષા વિભાગના કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે.

પંજાબના સામાજિક સુરક્ષા વિભાગમાં તમામ સ્તરના કર્મચારીઓને હવે પ્રમોશન હવે ઝડપથી થશે. આના માટે સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે આદેશ જારી કર્યો છે.

baljit kaur

સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રીએ ગુરુવારે વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી અને તેમાં તેમણે સામાજિક સુરક્ષા વિભાગમાં પડતર પ્રમોશનના કેસોનો તાત્કાલિક નિરાકરણ લાવવા આદેશ આપ્યો.

આમાં ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરથી લઈને સિનિયર આસિસ્ટન્ટ, આંગણવાડી વર્કરથી સુપરવાઈઝર અને સુપરવાઈઝરથી લઈને સીડીપીઓ સુધીના કેસો સામેલ છે.

તેમણે જણાવ્યું કે, પંજાબ સરકારનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી ભગવંત સિંહ સેવા પ્રત્યેના સમર્પણને વધારવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર પ્રમોશન આપી રહ્યા છે. કેબિનેટ મંત્રીએ રાજ્યના કર્મચારીઓના કલ્યાણ અને સમયસર સુવિધાઓ પૂરી પાડવા માટે પંજાબ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

આ બેઠકમાં વિભાગના વિશેષ મુખ્ય સચિવ રાજી પી. શ્રીવાસ્તવ, સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક ડૉ. શેના અગ્રવાલ, વિશેષ સચિવ વિમ્મી ભુલ્લર, નાયબ નિયામક એસ. સુખદીપ સિંહ ઝજ્જ અને એસ.અમરજીત સિંહ ભુલ્લર પણ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X