પંજાબમાં શિક્ષણ વિભાગ પોતાના ખર્ચે સ્કૂલના વિદ્યાર્થીઓને કરાવશે અહીંની યાત્રા
પંજાબના શાળા શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે આ સ્થળની મુલાકાત કરાવવાનુ નક્કી કર્યુ છે.
Punjab News: પંજાબના શાળા શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિશે વિશેષ માહિતી આપવા માટે આ સંસ્થાઓની મુલાકાત કરાવવાનુ નક્કી કર્યુ છે. આ સંદર્ભે વિભાગ દ્વારા રાજ્યભરની 3661 શાળાઓના 73220 વિદ્યાર્થીઓને રૂ. 1.46 કરોડની રકમ પણ જાહેર કરવામાં આવી છે.

રાજ્ય શિક્ષા ખોજ ઔર શીખલાઈ પરિષદ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે પંજાબની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવા માટે કુલ 75,000 વિદ્યાર્થીઓ માટે હેડ દ્વારા વિદ્યાર્થી દીઠ 200 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી દીઠ 200 રૂપિયાની આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના નાસ્તા, પરિવહન અને અન્ય ખર્ચ માટે કરવામાં આવશે. આ પ્રવાસમાં દરેક શાળાના ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ(વર્ગ દીઠ 5 વિદ્યાર્થીઓ) પંજાબની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે.
જિલ્લા શિક્ષણાધિકારી(માધ્યમિક શિક્ષણ) હાલની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેમ કે યુનિવર્સિટી, સાયન્સ સિટી, આઈઆઈટી, ઈન્સ્ટિટ્યુશન ઑફ હાયર ઈમ્પોર્ટન્સ વગેરેની પસંદગી કરશે. લુધિયાણા જિલ્લાની 350 શાળાઓના 7000 વિદ્યાર્થીઓ માટે વિભાગ દ્વારા કુલ 14 લાખ રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
