ભગતસિંહને ન આપી શકાય શહીદનો દરજ્જોઃ પંજાબ સરકાર
પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ.
પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો નહિ આપવામાં આવે. પંજાબ સરકારે શહીદોની અધિકૃત યાદીની માંગ પર જવાબ આપતા આ કહ્યુ. પંજાબ સરકારે સંવિધાનના આર્ટીકલ 18 નો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એબોલિશન ઓફ ટાઈટલ્સ નિયમ હેઠળ ભગતસિંહ ઔપચારિક રીતે શહીદ ન કહેવાઈ શકે. પંજાબ સરકારે જણાવ્યુ કે રાજ્ય સરકારની પાસે આનો કોઈ અધિકાર નથી.

વકીલે લખી હતી ચિઠ્ઠી
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલ હરિચંદ અરોડાએ પંજાબ સરકારને ચિઠ્ઠી લખીને પૂછ્યુ હતુ કે શું પંજાબમાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે સરકાર પાસે શહીદોની અધિકૃત યાદી પણ તેમને આપવાની માંગ કરી હતી. આના જવાબમાં સરકારે જણાવ્યુ કે અધિકૃત રીતે તેમની પાસે આમ કરવાનો અધિકાર જ નથી.

દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો
પંજાબ સરકારે આ ચિઠ્ઠીના જવાબમાં દિલ્હી હાઈકોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કર્યો છે. વિરેન્દ્ર સાંગવાન વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સના કેસમાં ડિસેમ્બર 2017 માં અદાલતે કહ્યુ હતુ કે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવાની યાચિકાકર્તાની અપીલનો કોઈ સંવિધાનિક અધિકાર નથી અને એટલા માટે આ યાચિકા ફગાવી દેવામાં આવી છે.

સમય સમય પર ઉઠતી રહી છે માંગ
પંજાબ અને દેશભરમાં ભગત સિંહના કેસ અને તેમને શહીદનો દરજ્જો આપવાની માંગ જૂની છે. લાહોરમાં પણ તેમના કેસને ખોલવાની માંગ કરાતી રહી છે. વળી, ભગત સિંહ અને તેમના સાથીઓને શહીદનો દરજ્જો અપાવવા અંગે જબર વિરોધી સંઘર્ષ સમિતિના કન્વીનર જસવંત સિંહ ભારટા આઠ દિવસોથી પંજાબમાં ભૂખ હડતાળ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
