ટ્રક યુનિયનની દાદાગીરી સામે પંજાબ સરકારની લાલ આંખ, કાર્યવાહીના આપ્યા આદેશ
ચંદીગઢ : પંજાબ રાજ્યમાં ભંગ કવામાં આવેલા ટ્રક યુનિયનો દ્વારા ઉદ્યોગ માટે ઉભી કરવામાં આવે રહેલી સમસ્યાને સરકારે ગંભીરતાથી લીધી છે.
ચંદીગઢ : પંજાબ રાજ્યમાં ભંગ કવામાં આવેલા ટ્રક યુનિયનો દ્વારા ઉદ્યોગ માટે ઉભી કરવામાં આવે રહેલી સમસ્યાને સરકારે ગંભીરતાથી લીધી છે. આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સત્તા પર રહેલી આ આપ સરકારે નિયમોનો ભંગ કરનારા યુનયનો સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.

ઉદ્યોગો જગતની સમસ્યાઓ અંગે મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆએ ગુરૂવારના રોજમુખ્યમંત્રીની સૂચનાથી ડીજીપી ગૌરવ યાદવની હાજરીમાં ટ્રાન્સપોર્ટ, ઈન્ડસ્ટ્રી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક બાબત નોંધવામાં આવી હતી કે, 13મી ડિસેમ્બર, 2017થી ટ્રક યુનિયનોનું વિસર્જન થયું હોવા છતાં, ઉદ્યોગો તેમની અનધિકૃત પ્રવૃત્તિઓને કારણે ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
જો કોઈ વ્યક્તિ સરકારી નિયમોનું પાલન ન કરે તો તેની પરમિટ તાત્કાલિક રદ કરવી જોઈએ
મુખ્ય સચિવે પરિવહન અને પોલીસ વિભાગોને 2017 માં વિસર્જન કરવાના આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સાથે મુખ્ય સચિવે વાહનવ્યવહાર વિભાગને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સરકારી નિયમોનું પાલન ન કરે તો તેની પરમિટ તાત્કાલિક રદ કરવી જોઈએ.
કોઈપણ ટ્રક યુનિયનને કામ કરવાની મંજૂરી નથી
આવી જ રીતે તેમણે પોલીસ વિભાગને આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા અને 2017માં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનનું કોઈપણ ભોગે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. જો કોઈ ટ્રક ઓપરેટર કોઈને હેરાન કરે, તો પોલીસે તાત્કાલિક કેસ નોંધવો જોઈએ. કોઈપણ ટ્રક યુનિયનને કામ કરવાની મંજૂરી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
