નાગરિકોના સ્વાસ્થ્ય માટે પંજાબ સરકાર નિશ્ચિત, આપી રહી છે વીમો
નાગરિકોના સ્વાસ્થ્ય માટે પંજાબ સરકાર નિશ્ચિત, આપી રહી છે વીમો
કોઈપણ સરકાર હોય નાગરિકો તેની પાસેથી જનકલ્યાણકારી કાર્યોની અપેક્ષા રાખતા હોય છે. પંજાબ સરકાર નાગરિકોની આ અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબમાં અનેક પરિવર્તનો થયાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અમે પંજાબ સરકારના એક એવા પ્રયત્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રાજ્યના નાગરિકોના સારાં સ્વાસ્થ્ય માટે છે.

પંજાબના મુખ્યમંત્રીએ હાલમાં જ ઘોષણા કરી છે કે રાજ્ય પ્રાધિકતરણ બહુપ્રતીક્ષિત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવા માટે સરકાર તૈયાર છે જેને સરબત સેવા વીમા યોજના નામ આપવામાં આવ્યું છે. રાજ્યના એવા નાગરિકો કે જેઓ મોંઘી ઉપચાર પ્રક્રિયાઓ માટે વિત્તીય રૂપે અક્ષણ હોય તેમને આ યોજનાથી લાભ થશે. કેન્દ્રીય પ્રાધિકરણે રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું છે કે તેઓ લાભાર્થીઓની સારવાર માટે ચૂકવણી કરવામાં મદદ કરશે.
આ યોજના પંજાબની પહેલી સ્વાસ્થ્ય સ્કીમ છે. આ યોજના અંતર્ગત પંજાબના 43.18 લાખ પરિવારોને 5 લાખ વાર્ષિક સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવામાં આવશે. જ્યારે કોઈ રજિસ્ટર્ડ લાભાર્થી સૂચીબદ્ધ હોસ્પિટલેથી ઉપચાર પ્રાપ્ત કરે છે ત્યારે અમુક મેડિકલ બિલ રાજ્યની સાથોસાથ કેન્દ્રીય વિભાગોને પણ મોકલવામાં આવશે. કુલ ખર્ચના 60% કેન્દ્રીય વિભાગ દ્વારા જ્યારે 40% પંજાબ સરકાર દ્વારા બિલની ચૂકવણી કરવામાં આવશે.
દેશની પ્રસિદ્ધ સામાન્ય વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ પંજાબ સરકાર દ્વારા સંચાલિત થનાર પંજાબ સરબત આરોગ્ય વીમા યોજના અંતર્ગત કામ કરવા માટે પસંદગી પામ્યા છે. હવે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સરકારના સહયોગથી રાજ્યમાં વિશેષ રૂપે સ્વાસ્થ્ય વીમા કવરેજના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. એસબીઆઈ દ્વારા રાજ્યના નાગરિકોને આ યોજના અંતર્ગત 5 લાખ સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમાની સુવિધા પ્રદાન કરવામાં આવશે. પંજાબ સરકારની આ યોજનાના માધ્યમથી રાજ્યના 40 લાખથી વધુ પાત્ર પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવાશે.
પંજાબ સરબત આરોગ્ય યોજના વિશે મહત્વપૂર્ણ
- અહીં, વધુને વધુ ઉમેદવારોની ભરતી કરવા માટે વિશેષ એપ્લિકેશન કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે.
- અરજી માટે અરજદારે પોતાની સાથે આધાર કાર્ડ લાવવાનું રહેશે. આ દસ્તાવેજનો ઉપયોગ ઉમેદવારોના દાવા ચકાસવા માટે કરવામાં આવશે.
- એકવાર ઉમેદવાર અરજી કાઉન્ટર પર પહોંચે, તેણે/તેણીએ આધાર કાર્ડ સોંપવું પડશે.
- નોંધણી એજન્ટ ડેટાબેઝ પર અરજદારની વિગતો જેમ કે નામ, ઉંમર, સરનામું અને સંપર્ક વિગતો દાખલ કરશે.
- ત્યારબાદ એજન્ટ બાયોમેટ્રિક માહિતી તપાસશે.
- એકવાર અરજદારની વિગતો સેન્ટ્રલ ડેટાબેઝ પર ઉપલબ્ધ ડેટા સાથે મેળ ખાય પછી, અરજદાર ડિજિટાઇઝ્ડ ફોર્મ ભરશે.
ઉલ્લેખનીય છે કે આ યોજનાના માધ્યમથી પંજાબ સરકારે પોતાના રાજ્યના તમામ નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે પગલું ભર્યું છે. આ યોજનાના લાભથી આર્થિક રીતે નબળા પરિવાર ગંભીર બીમારીઓમાં પણ વધુ પૈસાની ચિંતા કર્યા વિના ઈલાજ કરાવી શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
