ચૂંટણી વચનોમાં પંજાબની ભગવંત માન સરકારે પૂરી કરી કેજરીવાલની વધુ એક ગેરેન્ટી
ચંદીગઢઃ પંજાબમાં 10 મહિના જૂની આમ આદમી પાર્ટીની સરકાર તેના ચૂંટણી વચનોને એક પછી એક એક્શન મોડ પર લાગુ કરી રહી છે. સત્તામાં આવતાની સાથે જ પ્રથમ સરકારે મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તે પછી, તેમણે ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી અને હવે 400 નવા ક્લિનિક્સના ઉદ્ઘાટન સાથે, પંજાબમાં 'આમ આદમી' ક્લિનિક્સની કુલ સંખ્યા વધીને 500 કરી દીધી છે. અમૃતસરમાં આયોજિત આ મોટા કાર્યક્રમ દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પુનરોચ્ચાર કર્યો કે તેઓ પંજાબના લોકોને આપેલા દરેક વચનને પૂર્ણ કરશે.

પંજાબમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રોમાં ઝડપથી કામ થઈ રહ્યુ છે. જેના પરિણામો પણ ટૂંક સમયમાં લોકો સામે આવવા લાગ્યા છે. પંજાબમાં ચાલતા આમ આદમી ક્લિનિક્સમાં 41 હેલ્થ પેકેજ આપવામાં આવી રહ્યા છે, જે લોકોને મફતમાં મળે છે, જેના માટે કોઈ પણ પ્રકારે ચૂકવણી કરવાની નથી. આવી સ્થિતિમાં આરોગ્ય બાદ હવે સરકારનુ સમગ્ર ધ્યાન સરકારી શાળા અને શિક્ષણના મોડલ પર કેન્દ્રિત થયુ છે. આ સાથે સરકાર રોજગારના નવા આયામો સ્થાપિત કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે.
હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી આર્થિક રાજધાની મુંબઈના પ્રવાસે આવ્યા છે. આવી સ્થિતિમાં તેમણે મોટા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી છે અને ચર્ચા કરી છે અને તેમને પંજાબમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યુ છે. જેના કારણે પંજાબના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો પણ મળે છે. આ ઉપરાંત પંજાબ પોલીસમાં પણ ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. વળી, સરકાર દ્વારા 26,000 સરકારી નોકરીઓ પણ આપવામાં આવી છે. 15,000 કૉન્ટ્રાક્ટ પર કામદારોની નોકરી પણ કન્ફર્મ કરવામાં આવી છે.
સીએમ માન અને આપનુ સંપૂર્ણ ધ્યાન પંજાબના વિકાસ પર છે. આ માટે શિક્ષણનુ સ્તર વધારવાની સાથે સાથે ગુનામુક્ત રાજ્ય બનાવવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. સરકારે ગેંગસ્ટરો સહિત ડ્રગ્સ પેડલર્સ પર કાર્યવાહી કરવાનુ કામ કર્યુ છે. પંજાબ સરકાર આ 5 વર્ષ પહેલા પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા પર ધ્યાન આપી રહી છે.












Click it and Unblock the Notifications
