પંજાબની માન સરકારે દિવાળી પર માત્ર 2 કલાક માટે આતશબાજીની મંજૂરી આપી
પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યુ કે રાજ્યમાં દિવાળીની રાતે બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી મળશે.
ચંદીગઢઃ પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યુ કે રાજ્યમાં દિવાળીની રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી માત્ર બે કલાક માટે ફટાકડા ફોડવાની મંજૂરી મળશે. મીત હેયરે કહ્યુ કે દિવાળી ઉપરાંત શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ 8 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક કલાક અને રાતે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી એક કલાક માટે ફટાકડા ફોડવાની અનુમતિ મળશે.

પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે એમ પણ કહ્યુ કે સરકાર તરફથી 25-26 ડિસેમ્બરના રોજ રાતે 11.55થી 12.30 સુધી, ક્રિસમસ માટે 35 મિનિટ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાત્રે 11.55 મિનિટથી 12.30 વાગ્યા સુધી 35 મિનિટ માટે મંજૂરી આપવામાં આવી છે.
પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ફટાકડાના કડક અમલ માટે સમય મર્યાદા અંગે જિલ્લા વહીવટીતંત્રને વિગતવાર સૂચનાઓ જાહેર કરી છે. પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જણાવ્યુ હતુ કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા ફોડવા માટે સમય મર્યાદિત કર્યો છે.
Firecrackers will be allowed only for two hours on Diwali night from 8 to 10 pm. Apart from Diwali,crackers will be permitted for one hour from 4 am to 5 am & one hour from 9 to 10 pm on November 8, Prakash Purab day of Sri Guru Nanak Dev: Punjab Minister Gurmeet Singh Meet Hayer
— ANI (@ANI) October 12, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
