Exit Poll: પંજાબ વિધાનસભા ચૂંટણી 2017માં કોણ મારશે બાજી?
પંજાબ વિધાનસભા ચૂંટણી 2017માં આ વખતે ત્રિકોણીય જંગ છે. અન્ય ચાર રાજ્યોની સાથે પંજાબ વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો પણ 11 માર્ચના રોજ જાહેર થનાર છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 માં આ વખતે ત્રિકોણીય જંગ છે. અન્ય ચાર રાજ્યોની સાથે પંજાબ વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો પણ 11 માર્ચના રોજ જાહેર થનાર છે. પંજાબમાં અકાલી દળ-બાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં પહેલાં ઘણી સમાચાર ચેનલો પોતાના એક્ઝિટ પોલ જાહેર કરશે. એક્ઝિટ પોલમાં ચૂંટણીનું સર્વેક્ષણ કરતી એજન્સિઓ અને વિશેષજ્ઞો જણાવશે કે, આ વખતે કઇ પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 જીતી પંજાબમાં સરકાર બનવવા સક્ષમ છે?

પંજાબમાં ઇન્ડિાયા ટુડે-માય એક્સિસ ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 62થી 71 સીટો આપવામાં આવી છે. આપ પાર્ટીને 42થી 51 સીટો તથા શિરોમણિ અકાલી દળ-ભાજપ ગઠબંધનને 4-7 સીટો મળવાની સંભાવના વ્યક્ત થઇ છે. અન્યોના ભાગે 0-2 સીટો આવવાની શક્યતા છે. પંજાબમાં કુલ 177 વિધાનસભા સીટો છે. ન્યૂઝ 18 તથા એક્સિસ પોલ પણ આ જ તારણ દર્શાવી રહ્યાં છે.
ન્યૂઝ 24-ચાણક્ય એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ટક્કર છે, બંન્ને પાર્ટીઓને એક્ઝિટ પોલમાં 54-54 સીટો મળવાનું અનુમાન લગાવાયું છે. શિરોમણિ અકાલી દળ-ભાજપના સંગઠનને 9 સીટો મળવાની શક્યતા દર્શાવાઇ છે.
ઇન્ડિયા ટીવી-સી વોટર્સ એક્ઝિટ પોલ અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમત મળવાની વાત કહેવામાં આવી છે. આપ પાર્ટીને 59-67 સીટ મળવાની સંભાવના છે, કોંગ્રેસને 41-49 સીટો શિઅદ-ભાજપ ગઠબંધનને 5-13 સીટો મળવાની સંભાવના છે. અપક્ષને 0-3 સીટો મળી શકે એમ છે.
ન્યૂઝ એક્સ-એમઆરસીના એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આધમી પાર્ટી અને કોંગ્રેસને 55-55 મળવાનું અનુમાન લગાવાયું છે. શિરોમણિ અકાલી દળ-ભાજપ ગઠબંધનને 7 સીટો મળવાની શક્યતા દર્શાવાઇ છે.
સમાચાર ચેનલ આજ તક અનુસાર કોંગ્રેસને 62-67 સીટો મળશે, પહેલીવાર પંજાબ ચૂંટણીમાં ભાગ લઇ રહેલી આપ પાર્ટીને 42-51 સીટો મળવાની સંભાવના છે. ભાજપ-શિઅદ ગંઠબંધનને 4-7 સીટો મળી શકે છે.
સમાચાર ચેનલ એબીપી અનુસાર આપ અને કોંગ્રેસ વચ્ચે સરખે-સરખી ટક્કર જોવા મળશે. કોંગ્રેસને 46-56 તથા આપ પાર્ટીને 36-46 સીટો મળી શકે છે. ભાજપ-શિઅદ ગઠબંધનને 19-27 સીટો મળવાની સંભાવના છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના












Click it and Unblock the Notifications
