Punjab : પંજાબમાં બલિદાન દિવસ પર જાહેર રજાની જાહેરાત, ભગવંત માને આદેશ જારી કર્યો
પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં જ સરકારે મોટી જાહેરાત કરી છે.
ભગવંત માન સરકારે છોટે સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહના શહીદ દિવસ પર 28 ડિસેમ્બરે જાહેર રજાની જાહેરાત કરી છે.
આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડીને જણાવાયુ છે કે, શહીદી સભાને ધ્યાનમાં રાખીને 28 ડિસેમ્બર 2023ના રોજ જાહેર રજા રહેશે અને તમામ શાળાઓ, સરકારી કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનની કચેરીઓ વગેરે બંધ રહેશે.

જણાવી દઈએ કે, અગાઉ આ રજા 30 અનામત રજાઓમાં સામેલ હતી, જે સરકારી કર્મચારીઓ વર્ષમાં માત્ર 2 જ લઈ શકે છે, પરંતુ આજે સરકારે જાહેરનામું બહાર પાડીને તેને સરકારી રજાઓમાં સામેલ કરી છે. ગઈકાલે જ સીએમ ભગવંત માને આ દિવસે શોકની ધૂન વગાડવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માને હાલમાં જ જાહેરાત કરી છે કે, છોટે સાહિબજાદાઓની શહાદતને યાદ કરીને આ ધૂન સવારે 10 વાગ્યાથી 10:10 સુધી વગાડવામાં આવશે અને લોકોએ જ્યાં હોય ત્યાં ઊભા રહીને તેમાં જોડાય. જો કે ઈન્ટરનેટ મીડિયા પર આ નિર્ણયનો વિરોધ થયો.
લોકો કહી રહ્યા હતા કે, શોકની ધૂન શહીદી પર વગાડવામાં આવતી નથી, તે ફક્ત મૃત્યુ પર વગાડવામાં આવે છે. આ મામલે વધી રહેલા વિવાદને જોઈને મુખ્યમંત્રી ભગવંત માને જનતાની લાગણીને માન આપીને આ નિર્ણય પાછો ખેંચી લીધો.












Click it and Unblock the Notifications
