પંજાબ: 3 બિલોને મંજૂરી મળતા સીએમ ભગવંત માને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતનો માન્યો આભાર
Punjab News: પંજાબમાં ત્રણ બિલને મંજૂરી આપવામાં આવી છે. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે પંજાબ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 3 બિલને મંજૂરી આપી દીધી છે. આ ત્રણ બિલમાં રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટ્રાન્સફર સુધારાનો સમાવેશ થાય છે.
નોંધણી (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023, પ્રોપર્ટી ટ્રાન્સફર (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ઈન્ડિયન સ્ટેમ્પ (પંજાબ એમેન્ડમેન્ટ) બિલ, 2023 પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરવામાં આવ્યા હતા જેને રાજ્યપાલ દ્વારા સંમતિ આપવામાં આવી છે.

પંજાબના સીએમ ભગવંત માને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું, "આભાર રાજ્યપાલ સાહેબ. આશા છે કે અન્ય તમામ પંજાબ તરફી બિલો પણ જલ્દી મંજૂર થઈ જશે."
તેમણે લખ્યું, "પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે પંજાબ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા 3 બિલને મંજૂરી આપી છે. 1. નોંધણી (પંજાબ સુધારો) બિલ, 2023, 2. મિલકતનું ટ્રાન્સફર (પંજાબ સુધારો) બિલ, 2023, 3. ભારતીય સ્ટેમ્પ (પંજાબ સુધારા) બિલ ) બિલ, 2023"
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેઓ જેલમાં બંધ આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને મળ્યા હતા.












Click it and Unblock the Notifications
