પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં પ્રતાપ સિંહ બાજવા પર સાધ્યુ નિશાન
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબના પૈસા જેણે પણ ખાધા છે તેની પાસેથી પૂરો હિસાબ લેવામાં આવશે. પંજાબના પૈસા ખાધા હશે તો તે ચોક્કસપણે જેલમાં જશે.

પંજાબ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસની કાર્યવાહી દરમિયાન ઘણો હંગામો થયો. આ દરમિયાન ગૃહમાં મુખ્યમંત્રી ભગવંત માન અને વિપક્ષના પ્રતાપ સિંહ બાજવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તમને જણાવી દઈએ કે સત્ર દરમિયાન પ્રતાપ બાજવા દ્વારા વિજિલન્સ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ અંગે સીએમ માને કહ્યુ કે ભ્રષ્ટ નેતાઓની યાદી સોનિયા ગાંધી સુધી પહોંચી હતી પરંતુ હાઈકમાન્ડ તેને સામે લાવ્યા નથી. તેમણે કહ્યુ કે આનાથી પાર્ટીની બદનામી થશે.
સીએમે કહ્યુ કે જો આમ આદમી પાર્ટીનો કોઈ નેતા ભૂલ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેના પર બાજવાએ કહ્યુ કે શા માટે પૂર્વ મંત્રી ફૌજા સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવી. આ અંગે સીએમ માને કહ્યુ કે તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં સમય લાગે છે. તેમણે કહ્યુ કે મામલાની તપાસ થઈ રહી છે, દરેકનો વારો આવશે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબના પૈસા જેણે પણ ખાધા છે તેની પાસેથી પૂરો હિસાબ લેવામાં આવશે. આ સાથે સીએમ માને કટાક્ષ કરતા કહ્યુ કે ભૂતપૂર્વ નેતાઓ કેપ્ટન અમરિંદર સિંહ, બલબીર સિંહ સિદ્ધુ, મનપ્રીત બાદલ, સુનીલ જાખડ વગેરેએ પાર્ટી બદલી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ બચી જશે. તેમણે કહ્યુ કે જો તેમણે પંજાબના પૈસા ખાધા હશે તો તે ચોક્કસપણે જેલમાં જશે. આ સાથે જ CM માને શેર સંભળાવ્યો કે, 'મારા શર્ટ પર લાખો ડાઘ છે, પરંતુ ભગવાનનો આભાર છે કે કોઈ ધબ્બો નથી.' આના પર બાજવાએ પલટવાર કરતા કહ્યુ કે આ શર્ટ જ ફાટી જવાનો છે. આ દરમિયાન ગૃહનુ વાતાવરણ ગરમાયુ હતુ.












Click it and Unblock the Notifications
