ગુરમીત રામ રહીમને પંજાબ-હરિયાણા કોર્ટે ઝાટકો આપ્યો, પેરોલ રિજેક્ટ
બે સાધ્વીઓ સાથે બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલે રોહતક જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ જેલની બહાર નહીં આવી શકે.
બે સાધ્વીઓ સાથે બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલે રોહતક જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ જેલની બહાર નહીં આવી શકે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેમની પેરોલ અરજી નામંજૂર કરી દીધી છે. રામ રહીમની પેરોલની આ અરજી તેમની પત્ની દ્વારા કરવામાં આવી હતી. જેલ પ્રશાસને જેલમાં ગુરમીત રામ રહીમના વર્તનને સારું ગણાવ્યા બાદ તેમને પેરોલ કરાવી લેવાની ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી. તે જ સમયે, રાજ્યના જેલ પ્રધાન કૃષ્ણપાલ ગુર્જર અને આરોગ્ય પ્રધાન અનિલ વિજના નિવેદનોથી પણ પરમીતને ગુરમીત રામ રહીમ મળવાની આશા ઉભી થઈ હતી.

ખેતીવાડી કરવી છે, પેરોલ આપો
યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી હતી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી હતી. તેની સાથે સાથે તેમને એવું પણ કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં તેમનો વ્યવહાર ઘણો સારો પણ રહ્યો છે. એટલા માટે તેમને પેરોલ આપવી જોઈએ.

આજીવન કેદની સજા
આ મામલે કોર્ટ ઘ્વારા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા પણ થઇ ચુકી છે. જે મહિલાઓ ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેઓ આશ્રમમાં અનુયાયી તરીકે રહેતી હતી. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ વિરુદ્ધ બળાત્કારનો પહેલો મામલો વર્ષ 2002 દરમિયાન સામે આવ્યો હતો. જયારે એક સાધ્વીએ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે ગુરમીત રામ રહીમ ઘણા લોકોનું યૌનશોષણ કરી રહ્યા છે.

હત્યાનો આરોપ પણ લાગ્યો
બળાત્કારના દોષી હોવાની સાથે ગુરમીત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાનો આરોપ પણ લાગ્યો. જેમાં અદાલતે તેમને જાન્યુઆરી 2019 દરમિયાન દોષી ગણાવ્યા. આ મામલે સીબીઆઈ વિશેષ અદાલતે રામ રહીમ સહીત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા આપી.
આ પણ વાંચો: મોટો ખુલાસો: રામ રહીમના ડેરામાં થતો હતો અંગોને વેપાર?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
