રાજ ઠાકરેની ચેતવણી પછી ટી-સિરીઝે પાકિસ્તાની સિંગરના ગીતો હટાવ્યા
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે. આખા દેશમાં આ ઘટના અંગે ગુસ્સો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને પાકિસ્તાની સિંગરો સાથે કામ નહીં કરવાનું જણાવ્યું. તેની સાથે તેમને ટી-સીરીઝને પણ ચેતવણી આપી કે તેઓ યુટ્યુબથી પાકિસ્તાની સિંગરોના ગીતો હટાવે.

એમએનએસ ચિત્રપટ સેના પ્રમુખ અમેય ખોપકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ભારતીય કંપનીઓ જેવી કે ટી-સિરીઝ, સોની મ્યુઝિક, વિનસ, ટિપ્સ મ્યુઝિક ને પાકિસ્તાની ગાયકો સાથે કામ નહીં કરવા માટે મૌખિક રૂપે જણાવી દીધું છે. આ કંપનીઓએ તેમને તરત બેન કરી દેવા જોઈએ, નહીં તો અમે અમારા અંદાઝમાં કાર્યવાહી કરીશુ. હાલમાં જ ટી-સિરીઝના ભૂષણ કુમારે પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન અને અતીફ અસલમ સાથે બીજા બે સિંગરના ગીતો પર પ્રતિબંધ મુક્યો છે.
આ પણ વાંચો: રાજોરીમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા
ખોપકર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની ચેતવણી પછી તેમને યુટ્યુબથી તેમના ગીતો હટાવી દીધા છે. આ પહેલા વર્ષ 2016 દરમિયાન ઉરી હુમલા પછી રાજ ઠાકરેની નેતૃત્વ ધરાવતી પાર્ટી એ ભારતમાં કામ કરનાર બધા જ પાકિસ્તાની કલાકારોને દેશ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો.
આ પણ વાંચો: સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
