UP News : જનતાની સેવા સર્વોપરી, અધિકારીઓ લોકોની સમસ્યાને ગંભીરતાથી લે - યોગી આદિત્યનાથ
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારના રોજ ગોરખનાથ મંદિરમાં જનતા દરબારમાં ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળી હતી.
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારની સવારે ગોરખનાથ મંદિર સ્થિત હિન્દુ સેવાશ્રમમાં દૂર દૂરથી આવેલા ફરિયાદીઓની સમસ્યા સાંભળી હતી. મુખ્યમંત્રી યોગી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી, અને લોકો સમસ્યાને ગંભીરતાથી લેવા માટે જણાવ્યું હતું. મુખ્યમંત્રી સોમવારના રોજ બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવ્યા છે.

ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ દૂર-દૂરથી આવેલા ફરિયાદીઓની સમસ્યાઓ એક બાદ એક સાંભળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ સેંકડો ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળી હતી. તેમની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જનસેવા સર્વોપરી છે. જાહેર સમસ્યાઓને ગંભીરતાથી લો. કોઈ પણ ફરિયાદીએ નિરાશ ન થવું જોઈએ. દરેકની સમસ્યાઓ પર ઝડપથી કામ કરો.
જનતા દરબારમાં મોટાભાગના કેસ જમીન સંબંધિત હતા. કેટલાકની જમીન પર ગેરકાયદેસર કબ્જો છે, તો કેટલાકને વિભાજનની સમસ્યા છે. જમીન માફિયાઓ ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરી અન્યને વેચી દે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જમીન સંબંધિત વિવાદો પર ઝડપથી કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. સારવાર માટે ફંડ આપવાની માંગ સાથે જનતા દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન CM યોગીએ જણાવ્યું હતું કે, પૈસાના અભાવે કોઈની સારવાર અટકશે નહીં. તમામ જરૂરિયાતમંદોને નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તેમની પરંપરાગત નિત્યક્રમને અનુસરીને, પ્રથમ બ્રહ્મમુહૂર્તમાં ગુરુ ગોરક્ષનાથની પૂજા કરી અને બ્રહ્મલિન મહંત અવૈદ્યનાથને પ્રણામ કર્યા. જે બાદ સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૌસેવા પણ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
